ગુરદાસપુર, આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના બંને સ્થળોએથી એક-એક વિદેશી નાગરિક ઝડપાયો છે. તરનતારનમાંથી બીએસએફ જવાનોએ એક પાકિસ્તાની નાગરિકને પકડ્યો છે. સૈનિકોએ આ છોકરાને તરનતારનના એક ગામમાંથી પકડ્યો છે. પકડાયેલા છોકરાની ઉંમર ૧૬ વર્ષ છે અને તેને પોતાને પાકિસ્તાનના કાસુરનો રહેવાસી હોવાનું જાહેર કર્યું છે. આ યુવક પાસેથી એક મોબાઈલ ફોન અને ૧૦૦ રૂપિયાની પાકિસ્તાની ચલણી નોટ મળી આવી હતી. પંજાબ ફ્રન્ટિયરના બીએસએફ પીઆરઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ગુરુદાસપુરમાં પણ ૫ ફેબ્રુઆરીના રોજ,બીએસએફ સૈનિકોએ ગુરદાસપુર જિલ્લાના એક ગામ પાસે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય વિસ્તારમાં પ્રવેશતા અફઘાન નાગરિકને પકડ્યો હતો. તેના કબજામાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. મ્જીહ્લએ તેને પકડીને વધુ તપાસ માટે પોલીસને હવાલે કર્યો હતો. પંજાબ ફ્રન્ટિયરના બીએસએફ પીઆરઓને ટાંકીને પણ આ માહિતી સામે આવી છે.