હૈદરાબાદ,તેલંગાણાના મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડીએ સોમવારે સોનિયા ગાંધીને તેલંગાણાથી લોક્સભા ચૂંટણી લડવાની અપીલ કરી હતી. રેડ્ડીએ કહ્યું કે તેલંગાણાના લોકો સોનિયા ગાંધીને તેમની માતાના રૂપમાં જુએ છે, જેમણે તેલંગાણાને રાજ્યનો દરજ્જો અપાવ્યો હતો.આ અંગે સોનિયા ગાંધીએ કહ્યું કે યોગ્ય સમય આવશે ત્યારે તેઓ નિર્ણય લેશે.રેવન્ત રેડ્ડી દિલ્હીમાં સોનિયાને મળ્યા, જ્યાં તેમણે કહ્યું કે તેલંગાણા કોંગ્રેસે પણ આ વિનંતી અંગે એક ઠરાવ પસાર કર્યો છે. રેવન્ત રેડ્ડી સાથે રાજ્યના ડેપ્યુટી સીએમ મલ્લુ ભાટી વિક્રમાદિત્ય અને રાજ્યના મહેસૂલ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી પણ હતા.
સોનિયા ગાંધીને મળવા આવેલા રેવંત રેડ્ડી, રાજ્યના ડેપ્યુટી સીએમ મલ્લુ ભટ્ટી વિક્રમાદિત્ય અને રાજ્યના મહેસૂલ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી સાથે હતા. સોનિયા ગાંધીને મળવા આવેલા રેવંત રેડ્ડી, રાજ્યના ડેપ્યુટી સીએમ મલ્લુ ભટ્ટી વિક્રમાદિત્ય અને રાજ્યના મહેસૂલ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી સાથે હતા.
રેવન્ત રેડ્ડીએ સોનિયા ગાંધીને વિધાનસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા વચનો વિશે જણાવ્યું હતું, જેનો તેમની સરકારે અમલ કર્યો છે. કોંગ્રેસે ચૂંટણી માટે ૬ ગેરંટી આપી હતી, જેમાંથી મહિલાઓ માટે રાજ્ય પરિવહનની બસોમાં મફત મુસાફરી અને ગરીબો માટે રૂ. ૧૦ લાખ સુધીની આરોગ્ય યોજના લાગુ કરવામાં આવી છે.
આ ઉપરાંત, ટૂંક સમયમાં વધુ બે વચનો અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે – રૂ. ૫૦૦માં સિલિન્ડર આપવા અને ૨૦૦ યુનિટ સુધી મફત વીજળી આપવાની યોજના. તેમણે સોનિયા ગાંધીને એમ પણ કહ્યું કે સરકારે જાતિ ગણતરી કરવાનો નિર્ણય લીધો છે અને તેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
ન્યાય યાત્રા ઝારખંડના રાંચી પહોંચી ત્યારે રેવંત રેડ્ડી રાહુલને મળવા ગયા હતા. અહીં તેમણે રાહુલને ચૂંટણી વચનોના અમલ વિશે પણ જણાવ્યું. તેમણે રાહુલને સોનિયા ગાંધીને તેલંગાણામાંથી ચૂંટણી લડવા માટે મનાવવાની પણ અપીલ કરી હતી. આ સિવાય તેમણે રાહુલને વચન આપ્યું હતું કે તેઓ લોક્સભા ચૂંટણીમાં ૧૫થી વધુ સીટો જીતશે. રાજ્યમાં લોક્સભાની ૧૭ બેઠકો છે.