નવસારીમાં પૌત્રના મોતનો આઘાત સહન ન કરનાર દાદીએ પણ જીવ છોડ્યો

નવસારી, દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાંથી અજીબ કિસ્સો સામે આવ્યો છે. યુવા પૌત્રના નિધનના સમાચાર મળતા જ દાદી એ આઘાત સહન કરી શકી ન હતી. પૌત્રને પગલે દાદીએ પણ અનંતની વાટ પકડી હતી. નવસારી વિજલપોર પાલિકાના માજી કારોબારી અધ્યક્ષ મનું નિધન થતાં તેમના દાદીએ પણ પકડી અનંતની વાટ પકડી. પૌત્રના નિધનના સમાચાર મળતા જ દાદીએ લક્ષ્મીબેને કહ્યું હતું કે, ‘હું તારી સેવા માટે આવું છું.’ આમ આ અંતિમ શબ્દો કહીને દાદીએ દેહત્યાગ કર્યો હતો.

નવસારીમાં યુવા પૌત્ર અને દાદીના એક્સાથે મોતનો કિસ્સો હાલ ચર્ચાઈ રહ્યો છે. વિજલપોરના પાટીદાર પરિવાર પર જાણે આભ ફાટી પડ્યુ હોય તેવા ઘાટ સર્જાયો હતો. પરિવારમાં એક્સાથે બે અર્થી ઉઠતા સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો. નવસારી વિજલપોર પાલિકાના માજી કારોબારી અધ્યક્ષ અશ્વિન કાસુંદ્રાનું નિધન થયું. પરંતુ યુવા પૌત્રનો આઘાત જાણે વૃદ્ધ દાદી જીરવી શકે તેમ ન હતી. તેથી ‘દીકરા તારી સેવા માટે આવું છું…’ તેવા શબ્દો કહ્યા બાદ તુરંત દાદી લક્ષ્મીબેને આંખ મીચી લીધી હતી.

આમ, ગઈકાલે પાટીદાર પરિવારે પૌત્ર અશ્વિન  કાસુન્દ્રાના અંતિમ સંસ્કાર કર્યા હતા, તો આજે પરિવાર ભારે હૈયે દાદી લક્ષ્મીબેનના અંતિમ સંસ્કાર કરશે. પાટીદાર પરિવારમાં પૌત્ર અને દાદીના સંયુક્ત અવસાનથી ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.