ભોપાલ, મધ્યપ્રદેશ ના હરદામાં મંગળવારે સવારે એક મોટો વિસ્ફોટ થયો હતો. અહીં એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી અને વિસ્ફોટ થવા લાગ્યા. આ વિસ્ફોટોને કારણે ત્રણ કિલોમીટરના અંતર સુધી ધરતી ધ્રુજી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ આગમાં ૧૨ લોકોના મોત થયા છે તેમજ ૬૦થી વધુ લોકો ઘાયલ છે. ૬૦ ઘરો બળીને ખાખ થઈ ગયા છે તેમજ ૧૦૦થી વધુ ઘરો ખાલી કરાવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ આગ ૩ કિલોમીટર સુધી ફેલાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગને ઓલવવા માટે સતત પ્રયાસો કરી રહી છે, જો કે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો મયપ્રદેશના હરદા જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં ૬ લોકોના મોત થયા હતા, જ્યારે ૫૯ લોકો દાઝી ગયા હતા. જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. તેમણે અધિકારીઓ પાસેથી ઘટનાની સંપૂર્ણ માહિતી લીધી અને જરૂરી નિર્દેશો આપ્યા હતાં
અત્યાર સુધી રાહત દળોએ ૨૦થી વધુ લોકોને બચાવ્યા છે. આ તમામ લોકો ઘાયલ હાલતમાં છે. આથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. અત્યારે રાહત ટીમોનું લક્ષ્ય આગને કાબૂમાં લેવાનું અને નુક્સાનને ઓછું કરવાનું છે. મળતી માહિતી મુજબ હરદા જિલ્લાના મગરધા રોડ પર આવેલી આ ફટાકડાની ફેક્ટરીમાં ખતરો ઉભો થયો છે.
આ પછી થોડીવારમાં જ આખી ફેક્ટરીમાં આગ લાગી હતી. ફેક્ટરીમાંથી આગની જ્વાળાઓ જોતા આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ પછી ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આસપાસના વિસ્તારને ખાલી કરાવીને આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. રાહતકર્મીઓના જણાવ્યા અનુસાર ફેક્ટરીની અંદર ઘણા લોકો ફસાયેલા છે. આમાંથી કેટલાક લોકોને બહાર પણ ફેંકી દેવામાં આવ્યા છે. બાકીના લોકોને પણ બહાર કાઢવા માટે શોધખોળ ચાલી રહી છે.
રાહતકર્મીઓના જણાવ્યા અનુસાર હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે દુર્ઘટના સમયે ફેક્ટરીની અંદર કેટલા લોકો હાજર હતા અને અત્યાર સુધીમાં કેટલા લોકો બહાર આવ્યા છે. વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યારે પહેલું લક્ષ્ય શક્ય તેટલા લોકોના જીવ બચાવવાનું છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે દુર્ઘટના સમયે ફેક્ટરીની અંદર કેટલો ગનપાઉડર રાખવામાં આવ્યો હતો. આ સિવાય કુલ નુક્સાન કેટલું થયું તે હજુ સ્પષ્ટ નથી.