પાટણ, પાટણના સુજનીપુર રોડની સાઇડમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી. બાળકી એક કપડામાં લપેટેલી હાલતમાં હતી, પરંતુ તેના હલનચલ અને કીકીયારીઓને પગલે રાહદારીના ધ્યાન પર બાળકીનો અવાજ આવ્યો હતો. જેને લઈ આસપાસમાં જાણ થતા અન્ય લોકો સ્થળ પર પહોંચી આવ્યા હતા. ઉપરાંત નજીકમાં રહેતી મહિલાઓ પણ દોડી આવી હતી.
બાળકીને તુરંત સારવાર માટે ખસેડવામાં આવી હતી અને નવજાત બાળકીની માતા સામે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. સ્થાનિક ધીરુભાઇ ભીલે આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તેની માતા અને પિતાની શોધખોળ શરુ કરવામાં આવી છે. પોલીસે આ અંગે આસપાસની હોસ્પિટલમાં તપાસ શરુ કરી છે. હાલ તો બાળકીની સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવવામાં આવ્યુ છે.