મુંબઇ, ઐતિહાસિક ફિલ્મ ’ક્સુંબો’ એ રીલીઝ પહેલા જ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. ફિલ્મનું ટીઝર અને ટ્રેલર કરોડો લોકો સુધી પહોચ્યું અને સાથે જ ફિલ્મને રિલીઝ પહેલા ઘણી પ્રશંસા મળી રહી છે. ફિલ્મના કલાકારોએ આ ફિલ્મ માટે અથાગ મહેનત કરી છે.
આ ફિલ્મમાં વિલન અલ્લાઉદ્દીન ખીલજીનું પાત્ર ભજવનાર અભિનેતા દર્શન પંડ્યાએ ’સાંજ સમાચાર’ સાથે વાત કરતાં અનુભવોનું વર્ણન કર્યું હતું.
દર્શન પંડ્યા જણાવે છે કે, અલ્લાઉદ્દીન ખીલજી જેવું પાત્ર ભજવવું ખુબ મુશ્કેલ હતું. પરંતુ દરેક પાત્ર માટે મહેનત કરવી જ પડે પરંતુ આ પણ દરેક પાત્રથી અલગ હતું.વધુમાં જણાવ્યું છે કે ક્સુંબો ઐતિહાસિક ગાથા છે. તેનો હું ભાગ બન્યો, ગર્વ અનુભવું છું. શૂટીંગના પ્રથમ દિવસે ખુબ મુશ્કેલી થઇ હતી. જેના કારણે પહેલા દિવસે આ પાત્ર માટે વજનદાર ડ્રેસ અને ઘરેણા પહેરવા પડ્યા હતા. આ ઉપરાંત તલવારબાજી, ઘોડેસ્વારીની ખાસ તાલીમ મેળવી ફિલ્મના દિગ્દર્શક વિજયગીરી બાવાના સુચન મુજબ કામ કર્યું હતું. આથી પાત્ર ભજવવામાં સરળતા મળી.
શુટીંગના પ્રથમ દિવસે પાત્રને ભજવવામાં ખુબ મુશ્કેલી સર્જાઇ હતી. જેના કારણે પહેલા દિવસે શુટીંગ રદ પણ કરવું પડ્યું હતું. જેના લીધે ઘણું નુકશાન થયું હતું. છતાં ફિલ્મના ડિરેક્ટરે વેટ કયું અને બાદમાં પાત્રને સંપૂર્ણ રીતે ભજવવામાં સફળતા મળી, દર્શન પંડ્યા ખુબ જાણીતા કલાકાર છે. અનેક હિન્દી સીરીયલોમાં કામ કરી ચૂક્યા છે.આ તેઓની બીજી ગુજરાતી ફિલ્મ છે. આ પહેલા તેઓએ ’હેલો’ ફિલ્મમાં કામ કર્યું હતું. આગામી સમયમાં સ્ટાર પ્લસમાં શરૂ થનારી આંખ મીચોળી સીરીયલમાં અભિનય કરશે અને એક વેબસીરીઝમાં પણ કામ કરી રહ્યા છે. તેઓએ ૨૦૧૮ માં ફિલ્મ પરમાણુમાં પણ કામ કર્યું હતું.