સંતરામપુર સરમી ચોકડીથી ભાણાસીમલ સુધીના માર્ગ બિસ્માર વાહન ચાલકો પરેશાન

સંતરામપુર,સંતરામપુર તાલુકાના સરમી ચોકડી થી ભણાસીમલ સુધીનો રસ્તો બીસ્માર હાલતમાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા સંતરામપુર તાલુકાના સરમી થી ભાણા સિમલ સુધીનો રસ્તો બીસ્માર હાલતમાં જોવા મળી આવેલો છે. પાંચ કિલોમીટરની અંતર મોટા મોટા ખાડા પડેલા જોવા મળી આવેલા છે. એક એક મીટર અંતરમાં મોટા મોટા ખાડા પડી જવાના કારણે વાહન ચાલકો માટે જોખમી કારક બની રહ્યું છે. આવી મોંઘવારીમાં વાહન ચાલકોને દર બે-ત્રણ દિવસે વાહનોને નુકસાન પણ આવતું હોય છે. આ ગામની અંદર માધ્યમિક પ્રાઇમરી હાઈસ્કૂલ અને શાળાઓ આંગણવાડી જવા માટે માત્ર એક જ રસ્તો છે. સંખ્યાબંધ વાહન ચાલકો અહીંયા થી પસાર થતા હોય છે આ રીતે રસ્તો તૂટી જવાના કારણે દિન પ્રતિદિન પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. નાના મોટા અકસ્માત થવાની પણ ભયભીતી સિવાય રહેલી છે. આવો જોખમી કારક રસ્તા ઉપર થી પસાર થતી વખતે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વીંટવી પડતી હોય છે. ભાણા સીમલ ગામના લોકોએ આ રસ્તા માટે ઘણીવાર રજૂઆત કરી હતી, પરંતુ આ દિવસ સુધી આ રસ્તાની મરામત કરવામાં આવેલી જ નથી. સર્મીથી ભાણા સિમલનો ઢાળ ચડતી વખતે ખાડા પડી જવાના કારણે વાહન ચાલકો ગાડીમાં બેઠેલા મુસાફરોને પણ ઉતારી દેવામાં આવતા હોય છે ત્યાર પછી આ ગાડીનો ઢાળ ચડતો હોય છે. મોટા મોટા ખાડા પડી જવાના કારણે ગાડી ગમે ત્યારે પલટી મારી જાય અને દુર્ઘટના થાય તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે. ઘણા સમયથી આ ગામના વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહેલા છે અને ગામજનોનો અને વાહન ચાલકોની માંગણી છે કે વહેલી તકે આ રસ્તાની કામગીરી કરવામાં આવી અને મરામત કરવા માટેની માંગણી ઉભી થયેલી છે.