શહેરા મામલતદાર દ્વારા અનાજ કરીયાણા હોલસેલ ટેકસના રિટેલસાથે મીટીંંગ યોજી ચોખા-ડાંગરનું ઓનલાઈન પોર્ટલ રજીસ્ટ્રેશન કરવા રજુઆત

શહેરા,શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અનાજ અને કરીયાણાના હોલસેલના વેપારીઓ તેમજ ટ્રેડસ, રિટેલર્સના સાથે એક મહત્વની મીટીંગ મળી હતી. મામલતદાર દ્વારા વેપારીઓને ચોખા તથા ડાંગર અંગેનું ઓનલાઇન પોર્ટલ ઉપર ફરજીયાત રજીસ્ટ્રેશન કરવા અંગે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.

શહેરા તાલુકા સેવા સદન ખાતે આવેલ મામલતદાર કચેરીમાં મામલતદાર ધર્મેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અનાજ અને કરીયાણાના હોલસેલના વેપારીઓ તેમજ ટ્રેડસ, રિટેલર્સના વેપારીઓએ સાથે એક મહત્વની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મળેલી મિટિંગમાં નગર અને તાલુકા માંથી આવેલા 40 થી 50 જેટલા વેપારીઓને ચોખા તથા ડાંગરનુ ઓનલાઇન પોર્ટલ ઉપર ફરજીયાત રજીસ્ટ્રેશન કરવા અંગે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. તેમજ દર શુક્રવારે ડાંગર અને ચોખાનો સ્ટોક પોર્ટલ ઉપર અપડેટ કરવા અંગેની પણ સૂચના આપવામાં આવી હતી. જ્યારે મામલતદાર દ્વારા વેપારીઓને પોર્ટલ અંગેની જરૂરી માહિતી આપવામાં આવવા સાથે નિયમોનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આ ઉપરોક્ત બાબતે મામલતદાર ધર્મેન્દ્ર પટેલ ને પૂછતા મળેલી મિટિંગમાં ઉપસ્થિત વેપારીઓને પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન નહીં કરાવેલ હોય તથા પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન બાબતે જથ્થો અપડેટ કરવામાં નહિ આવે તો તેની અમે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને આપેલ સૂચનાઓનું વેપારીઓ પાલન નહીં કરે તો મારા માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને ઓચિંતી તપાસ આગામી દિવસોમાં દુકાનો ખાતે કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે અમુક અનાજ કરિયાણાના વેપારીઓ વધુ કમાણી કરવાની લાલચમાં બિલ અને બિલ્ટી વગર નો માલ મંગાવીને વેચતા હોવાની લોક ચર્ચા થઈ રહી હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવવા સાથે દુકાનની અંદર રહેલા માલના સ્ટોકની પણ તપાસ કરે તો ઘણું બધું બહાર આવે શકે એવી શક્યતાઓ પણ રહેલી છે. જોકે મામલતદારના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં હોલસેલના કરિયાણાના અને અનાજના વેપારીઓ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવશે કે નહીં એ તો આવનારા દિવસોમાં ખબર પડી જશે તેમ છે.

અમુક અનાજ અને કરિયાણાના વેપારીઓ વધુ કમાણી કરવાની લાલચમાં બિલ અને બિલ્ટી વગર નો માલ મંગાવીને વેચતા હોવાની લોક ચર્ચા થઈ રહી હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવવા સાથે દુકાનની અંદર રહેલા માલના સ્ટોકની પણ તપાસ કરે તો ઘણું બધું બહાર આવે શકે એવી શક્યતાઓ પણ રહેલી છે.