સુરત. આજ રોજ સવારે ૦૯ કલાકે અત્રેની શાળામાં બાળકોના શિક્ષણ સંદર્ભે વાલી સંમેલન યોજાયું હતું જેમાં આચાર્યશ્રીની ઉપસ્થિતિમાં તેમજ માર્ગદર્શન હેઠળ શિક્ષક ગણ દ્વારા ઉપસ્થિત સૌ વાલી ગણને વિવિધ બાબતોથી અવગત કરાયા હતા.
જેમાં બાળકોના હિતમાં શાળામાં બાળકોની નિયમિત હાજરી, યુનિફોર્મ, સ્વચ્છતા,રોજે રોજના શિક્ષણ કાર્યની વાલી દ્વારા ચકાસણી,સમયાંતરે શાળાની મુલાકાત લઈ બાળકના અભ્યાસની સ્થિતિ અંગે અપડેટ મેળવવી, ગૃહકાર્ય કરાવવુ,પરીક્ષા લક્ષી તૈયારી કરાવવી,એસ.એમ.સી. સમિતિ વધુ મજબૂત બનાવવા સાથ સહકાર વગેરે જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંમેલનના અંતે આચાર્યશ્રી શેખ ઝહુર સાહેબ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ સમાપ્ત કરાયો હતો.