નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ૫ ફેબ્રુઆરીના રોજ લોક્સભામાં સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે, તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.પીએમ મોદીએ કહ્યું કે, હું વિપક્ષના નિર્ણયની પ્રશંસા કરું છું. તેનાથી મારો અને દેશનો આત્મવિશ્વાસ મજબૂત થયો છે. તેમણે લાંબા સમય સુધી ત્યાં રહેવાનો સંકલ્પ કર્યો છે. હવે, જેમ તમે ઘણા દાયકાઓથી અહીં બેઠા હતા, તેમ જનતા તમારા ઘણા દાયકાઓ સુધી બેસીને સંકલ્પ કરશે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમે લોકો જે રીતે આ દિવસોમાં મહેનત કરી રહ્યા છો. હું દ્રઢપણે માનું છું કે જનતા તમને ચોક્કસપણે આશીર્વાદ આપશે. તમે જે ઊંચાઈ પર છો તેના કરતાં તમે ચોક્કસપણે વધુ ઊંચાઈ પર પહોંચશો. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ મોટી ગેરેન્ટી આપતા કહ્યુ કે લોક્સભા ચૂંટણી પછી અમારી નવી સરકાર બન્યા બાદ ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. તે સમયે એક મહાન અર્થશાસ્ત્રીએ કહ્યું હતું કે, ૩૦ વર્ષ બાદ આપણે ત્રીજા સ્થાને પહોંચીશું. મતલબ કે વર્ષ ૨૦૪૪ સુધીમાં આપણે ત્રીજા સ્થાને પહોંચ્યા હોત. પરંતુ આજે અમે આત્મવિશ્વાસ સાથે તમારી સામે ઊભા છીએ અને ખાતરી આપીએ છીએ કે અમે તેને ૩૦ વર્ષ નહીં લાગવા દઈએ. મારા ત્રીજા કાર્યકાળમાં ભારતની અર્થવ્યવસ્થા ત્રીજા નંબરે આવશે.
અમે કહીએ છીએ કે આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનીને ઉભરીશું, ત્યારે વિપક્ષી મિત્રો કેવા કુતર્કો આપે છે, તેઓ કહે છે કે તેમાં શું છે, તે પોતાની મેળે જ થશે. હું માત્ર ગૃહ દ્વારા દેશને જણાવવા માંગુ છું કે સરકારની ભૂમિકા શું છે. સમગ્ર વિશ્વ ભારતની મજબૂત અર્થવ્યવસ્થાની પ્રશંસા કરી રહ્યું છે.જી૨૦ સમિટમાં દુનિયા ભારત માટે શું કહે છે અને શું કરે છે તે આખી દુનિયાએ જોયું છે. આજે મજબૂત અર્થવ્યવસ્થાને જોતા હું વિશ્વાસ સાથે કહું છું કે અમારા ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આ મોદીની ગેરંટી છે.
પીએમ મોદીએ વિપક્ષને આડે હાથ લઈને તેમના પર કટાક્ષ કર્યો હતો. વિપક્ષે જે સંકલ્પ કર્યો છે તેની હું પ્રશંસા કરુ છું. આનાથી મારા અને દેશના આત્મા વિશ્વાસ પાક્કો થયો છે કે તેમણે લાંબા સમય સુધી વિપક્ષમાં રોકાવાનો સંકલ્પ કર્યો છે જે રીતે તમે ઘણા દાયકાઓથી અહીં બેઠા હતા, તેવી જ રીતે હવે લોકો પણ ઘણા દાયકાઓ સુધી ત્યાં બેસવાનો તમારો સંકલ્પ પૂરો કરશે. મોદીએ કહ્યું કે, આજકાલ તમે (વિપક્ષ) જે રીતે મહેનત કરી રહ્યા છો. મને ખાતરી છે કે જનતા તમને ચોક્કસપણે આશીર્વાદ આપશે. અને તમે ચોક્કસ પણે અમારા કરતા વધુ ઊંચાઇએ પહોંચશો અને આગામી ચૂંટણીમાં તમે વિઝીટર ગેલેરીમાં જોવા મળશો.પીએમ મોદીએ ફરી એકવાર વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, ક્યાં સુધી વિપક્ષ સમાજમાં ભાગલા પાડતો રહેશે. આ લોકોએ દેશને ખૂબ જ તોડી નાખ્યો છે. આજે ચૂંટણીનું વર્ષ છે, આપણે સખત મહેનત કરીએ. કંઈક નવું લાવો.
પરિવારવાદ પર મોટો કટાક્ષ કરતાં પીએમ મોદીએ કહ્યું કે દેશ જેટલો પરિવારવાદનો ભોગ બન્યો છે, તેટલું જ નુક્સાન ખુદ કોંગ્રેસે પણ સહન કર્યું છે. પરિવારવાદની તો સેવા કરવી પડે. ખડગે આ ગૃહમાંથી તે ગૃહમાં ગયા. ગુલામ નબી પાર્ટીમાંથી શિફ્ટ થઈ ગયા. આ બધા પરિવારવાદનો ભોગ બન્યાં છે. એક જ પ્રોડક્ટને ફરી ફરીને લોન્ચ કરવાની પ્રક્રિયામાં કોંગ્રેસને પોતાની દુકાન લોક કરવાનો વારો આવ્યો છે. કોંગ્રેસ પાસે સારા વિપક્ષ બનવાની મોટી તક હતી. દસ વર્ષ ઓછા નથી. પણ એ જવાબદારી પૂરી કરવામાં નિષ્ફળ નીવડ્યો. વિપક્ષમાં કેટલાક સારા લોકો છે, તેઓએ તેમને ઉભરવા પણ દીધા નહોતા.વિપક્ષના સભ્યોએ વિરોધ કર્યો ત્યારે મોદીએ કહ્યું કે, તમને પણ તક મળી હતી. પરંતુ દેશના લોકો માટે કઈ ખાસ કર્યું નથી. વડાપ્રધાન મોદીએ સંસદમાં બોલતા કહ્યું કે, કોંગ્રેસે કેન્સલ કલ્ચર શરુ કર્યું છે. તેઓ તેમા ફસાઈ ગયા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું ખાસ કરીને વિપક્ષ દ્વારા લેવામાં આવેલા ઠરાવની પ્રશંસા કરું છું. તેમના ભાષણના દરેક શબ્દે મારા અને દેશ પ્રત્યેના આત્મવિશ્વાસની પુષ્ટિ કરી છે કે તેમણે લાંબા સમય સુધી ત્યાં રહેવાનો સંકલ્પ કર્યો છે. જેમ તમે ઘણા દાયકાઓ સુધી અહીં (સત્તામાં) બેઠા હતા, તેમ તમે ઘણા દાયકાઓ સુધી ત્યાં (વિરોધ) બેસવાનો સંકલ્પ કર્યો છે. લોકકલ્યાણ એ ભગવાનનું સ્વરૂપ છે.
તેમણે કહ્યું કે, આ દિવસોમાં તમે (વિપક્ષ) લોકો જે રીતે મહેનત કરી રહ્યા છો, મને દ્રઢપણે વિશ્વાસ છે કે ભગવાનના રૂપમાં લોકો તમને ચોક્કસપણે આશીર્વાદ આપશે. તમે જે ઉંચાઈ પર છો તેના કરતા તમે ઉંચા જશો અને વ્યુઈંગ ગેલેરીમાં જોઈ શકશો. પીએમ મોદીએ વધુમાં કહ્યું, હું જોઉં છું કે તમારામાંથી ઘણાએ ચૂંટણી લડવાની હિંમત ગુમાવી દીધી છે. મેં સાંભળ્યું છે કે ગયા વખતે પણ ઘણા લોકોએ તેમની સીટ બદલી હતી અને આ વખતે પણ તેઓ તેમની સીટ બદલવાની યોજના બનાવી રહ્યા છે.