માટીની મૂર્તિમાં આવે છે ભગવાનનો અંશ, કરોડો યજ્ઞનું ફળ મળશે, આ રીતે બનાવો ગણપતિ બાપ્પાની મૂર્તિ

માટીથી બનેલી ગણેશ મૂર્તિઓ ઘરમાં પૂજા માટે અને પર્યાવરણની સુધારણા માટે શ્રેષ્ઠ છે. આ મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે. જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)થી બનેલી મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી.

  • આ રીતે ઘરે બનાવો ગણેશજીની મૂર્તિ 
  • 31 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે ગણેશ ઉત્સવ 
  • જાણો કઈ રીતે કરશો ગણેશજીની પૂજા 

31 ઓગસ્ટ બુધવારથી દસ દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. દરેક ઘરમાં ગણપતિજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. માટીથી બનેલી ગણેશ મૂર્તિઓ ઘરમાં પૂજા માટે અને પર્યાવરણની સુધારણા માટે શ્રેષ્ઠ છે. આ મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે. જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)થી બનેલી મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી. 

તેથી ઘરમાં માત્ર માટીની ગણેશ મૂર્તિ જ લાવવી જોઈએ. ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે, માટીની ગણેશની મૂર્તિઓ બનાવવા માટે થોડો સમય છે. પરંતુ આટલા દિવસોમાં પ્રતિમા બનાવવાથી તેને સૂકવવા માટે પૂરતો સમય મળશે. ત્યારબાદ રંગોથી પ્રતિમાની સુંદરતા વધારી શકાય છે. 

શાસ્ત્રોમાં માટીની બનેલી મૂર્તિની પૂજાને શ્રેષ્ઠ ગણાવવામાં આવી છે. માટીની બનેલી મૂર્તિમાં પાંચ તત્વો હાજર હોય છે. માટી એટલે કે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ, આ પાંચ તત્વોથી આપણું શરીર બને છે અને આ પાંચ તત્વો સાથે મળીને માટીની ગણેશ મૂર્તિ બને છે.

ગણેશ મૂર્તિ બનાવવા માટે કઈ માટીનો ઉપયોગ કરવો જોઈએ?
મૂર્તિ બનાવવા માટે નદી કે તળાવ અથવા અન્ય કોઈ સ્વચ્છ જગ્યાની માટીનો ઉપયોગ કરવો જોઈએ. ધ્યાન રાખો કે માટીમાં કાંકરા, ઝાડના મૂળ કે ઘાસ ન હોવા જોઈએ.

કેવી રીતે બનાવશો માટીની ગણેશ પ્રતિમા? 

  • ભીની માટીમાંથી 5 સમાન આકારના ગોળા બનાવો. સૌપ્રથમ ગોળા વડે ગણેશજી માટે આસન બનાવવું. આસનનો આકાર તમારી ઈચ્છા મુજબ ગોળાકાર અથવા ચોરસ બનાવી શકાય છે.
  • બીજા ગોળાથી ગણેશજીનું પેટ બનાવીને તેમને આસન પર બેસાડો. ત્રીજા ગોળાને બે સમાન ભાગોમાં વિભાજીત કરો. આ બે ભાગમાંથી એક ભાગમાંથી ગણેશજીના બે પગ અને બીજા ભાગમાંથી બે હાથ બનાવો.
  • ગણેશજીનું માથું અને સૂંઢ માટીના ચોથા ગોળામાંથી બનાવવામાં આવે છે. ગણેશજીના પેટ પર માથું અને સૂંઢ બનાવો.
  • ગણેશજીના કાન, લાડુ, દાંત, આંખ અને મુગટ માટીના પાંચમા ગોળામાંથી બનાવવાના છે. આ બધા ભાગોને જોડીને પ્રતિમા બનાવો.
  • મૂર્તિ બનાવ્યા પછી તેને ઘરમાં એવી જગ્યાએ રાખો જ્યાં સૂર્યપ્રકાશ આવે. આ પ્રતિમા થોડા દિવસોમાં સુકાઈ જશે. આ પછી, મૂર્તિ પર ઇચ્છા અનુસાર રંગો કરી શકાય છે.

આ રીતે કરો ગણેશજીની પૂજા 

માટીની ગણેશની મૂર્તિને થોડું જળ અર્પણ કરો. ફૂલોથી શણગાર કરો. જનેઉ અર્પણ કરો, ઘરો ચઢાવો, લાડુનો ભોગ લગાવો. ગણેશજીની સાથે શિવ અને પાર્વતીની પણ પૂજા કરો. તાંબાના વાસણમાં શિવલિંગ પર જળ અર્પણ કરો. ગણેશજી, શિવજી અને પાર્વતીજીને વસ્ત્રો અર્પણ કરો. 

ગણેશજીની સામે ધૂપ-દીપ પ્રગટાવો, આરતી કરો. શ્રી ગણેશના મંત્રનો જાપ કરો. ધ્યાન રાખો કે ગણેશજી અને શિવને તુલસી ન ચઢાવો. પૂજામાં શ્રી ગણેશાય નમઃ, ઓમ નમઃ શિવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.