લગ્ન પહેલા બેચલર ટ્રિપનો આનંદ માણતા જોવા મળ્યા જેકી ભગનાની અને રકુલ પ્રીત

મુંબઇ, સાઉથ અને બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી રકુલ પ્રીત સિંહ ટૂંક સમયમાં દુલ્હન બનવા જઈ રહી છે. રકુલ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે લગ્ન કરશે. કપલ અવારનવાર તેમના રોમેન્ટિક ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. હાલમાં, લગ્ન પહેલા, રકુલ તેના ભાવિ પતિ સાથે બેચલર ટ્રિપનો આનંદ માણતી જોવા મળે છે. રકુલ અને જેકી બેચલર પાર્ટી કરતા જોવા મળ્યા હતા. બંને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક મિત્રો સાથે થાઈલેન્ડમાં બીચ પાર્ટી કરતા જોવા મળ્યા હતા, જેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર સામે આવી છે.

રકુલ પ્રીતની બેચલર ટ્રિપની તસવીરો સાઉથ સેલેબ્સ લક્ષ્મી મંચુ અને પ્રજ્ઞા જયસ્વાલે શેર કરી છે. અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલે ઈન્સ્ટાગ્રામ પર ટ્રિપની સુંદર તસવીરો અને વીડિયો શેર કર્યા છે. એક તસવીરમાં રકુલ અને જેકી તેમના મિત્રો સાથે શિપ-ટ્રિપની મજા માણી રહ્યાં છે. બીચ આઉટફિટમાં ચીલ કરતી વખતે, જેકી અને રકુલ પણ એક ગ્રુપ ફોટો માટે સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.

રકુલ પ્રીત સિંહની થાઈલેન્ડની બેચલર યાત્રા યાદગાર બની ગઈ છે. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ઈન્ડસ્ટ્રીના તેમના નજીકના મિત્રો સાથે સમુદ્રની ઊંડાઈમાં ખોવાઈ ગયા છે. જો કે, કપલે આ સફરની કોઈ યાદો તેમના સોશિયલ મીડિયા પર શેર કરી નથી. જેકી લાલ ટી-શર્ટ અને શોર્ટ્સમાં શાનદાર લાગે છે. રકુલ ગ્રીન બિકીની સાથે ટોપી પહેરીને હોટ લાગી રહી છે.

તમને જણાવી દઈએ કે રકુલ પ્રીત સિંહ અને એક્ટર-પ્રોડ્યુસર જેકી ભગનાની આ મહિને તેમના સંબંધોને આગળના સ્તર પર લઈ જશે. આ કપલ ટૂંક સમયમાં તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. શરૂઆતમાં, તેઓએ મય પૂર્વમાં ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન કર્યું હતું. પરંતુ હવે ભારતમાં બધું જ આયોજન થઈ રહ્યું છે.

૨૦૦૯માં કન્નડ ફિલ્મ ’ગિલ્લી’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર રકુલે તેલુગુ અને તમિલ સિનેમામાં રામ ચરણ, અલ્લુ અર્જુન અને જુનિયર એનટીઆર જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે. બોલિવૂડમાં પણ રકુલ અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત ઘણા સ્ટાર્સ સાથે જોવા મળી છે.

રકુલ પ્રીત સિંહે ’યારિયાં’થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે દે દે પ્યાર દે, રનવે ૩૪ અને ડોક્ટર જી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ તે શિવકાતકેયન સાથે તમિલ ફિલ્મ આયલનમાં જોવા મળી હતી.