મુંબઇ, ‘ફાઇટર’માં જોવા મળતા અક્ષય ઑબેરૉયે જણાવ્યું કે જો મને મારા કઝિન વિવેક ઑબેરૉયની મદદ મળી હોત તો હું ખૂબ આગળ નીકળી ગયો હોત. તેણે ૨૦૦૨માં આવેલી ‘અમેરિકન ચાય’ દ્વારા ઍક્ટિંગની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ‘પિકુ’, ‘છોટે નવાબ’, ‘લવ હૉસ્ટેલ’, ‘થાર’, ‘ગૅસ લાઇટ’ અને ‘આઇ લવ યુ’માં કામ કર્યું હતું. કઝિન વિવેક ઑબેરૉય વિશે અક્ષય ઑબેરૉયે કહ્યું કે ‘જો મને વિવેકભાઈએ મદદ કરી હોત તો હું તેમની મદદ જરૂર લેત.
જો તેઓ મારી સાથે હોત તો તેમનો હાથ મેં પકડ્યો હોત. ન તો તેમણે કદી મને પૂછ્યું કે ન તો મેં કદી તેમની પાસે મદદ માગી. હું સુરેશતાઉજી અને વિવેકભાઈને ખૂબ સન્માન આપું છું. તેઓ કમાલના ઍક્ટર છે.
મેં કદી તેમનો સપોર્ટ નથી લીધો. ખરું કહું તો અમારું મળવાનું નહોતું થતું. હું તેમને દોષ નહીં આપું. મેં કદી એવું કહ્યું નથી અને ન તો કદી કહીશ કે તેમણે મારી મદદ નથી કરી.
જોકે વાસ્તવિક્તા તો આ જ છે. મને ન તો કદી મદદ મળી અને ન તો મેં કદી મદદ માગી. સંયોગ એવો હતો કે મને ‘ઇન્સાઇડ એજ’ મળી અને એમાં મારી સાથે વિવેક ઑબેરૉય હતો. ભૂતકાળમાં જોઉં છું ત્યારે એવું જરૂર લાગે કે જો તેમની મદદ મળી હોત તો મારી કરીઅરમાં હું આકાશને આંબી ગયો હોત. જોકે મેં એટલી? નિષ્ફળતા જોઈ છે કે સફળતા-નિષ્ફળતાને હું બૅલૅન્સ કરી શકું છું.’