અમેરિકાની આઈટી કંપની આઈબીએમનો કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ બંધ કરવા આદેશ

સાનફ્રાન્સિસ્કો, અગ્રણી આઈટી જાયન્ટ ઈન્ટરનેશનલ બિઝનેસ મશીન કોર્પોરેશન (આઈબીએમ)એ રિમોટલી કામ કરી રહેલા તેના તમામ અમેરિકન મેનેજરોને અલ્ટીમેટમ આપ્યું છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ રૂબરૂ ઓફિસમાં કે કલાયન્ટના લોકેશન પર રિપોર્ટ કરવાનું રહેશે. કંપનીએ તાજેતરમાં એક મેમોમાં, કહ્યું છે કે મેનેજર હજુ પણ રિમોટલી કામ કરી રહ્યા છે તેમણે કામ કરવા માટે ઓફિસની નજીક આવી જવું જોઈએ નહીંતર, કંપનીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ.

મેમો મુજબ, મેડિકલ સમસ્યા જેવાં અપવાદને બાદ કરતાં, રિમોટલી કામ કરતા કર્મચારીઓ અથવા કામના સ્થળની નજીકમાં નથી રહેતા તેમણે ઓગષ્ટની શરૂઆત સુધીમાં આઈબીએમ ઓફિસમાં સ્થાનાંતરિત થવાનું રહેશે. જેનો અર્થ છે કે તેમણે સામાન્ય રીતે ૫૦ માઈલ (૮૦ કિલોમીટર)ની અંદર રહેવાનું રહેશે. કંપનીના અધિકારીએ એક મેમોમાં જણાવ્યું છે કે જે મેનેજરો સ્થળાંતર કરવા તૈયાર નથી તથા રિમોટ વર્ક માટેની મંજૂરી પોતાની પોઝિશન્સ જાળવી રાખવામાં અસમર્થ છે તેઓ આઈબીએમ છોડી દે.

કંપનીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે આઈબીએમ કામ માટેનું એવું વાતાવરણ સર્જવા પર યાન કેન્દ્રિત કરી રહ્યું છે જે ફેસ-ટુ-ફેસ ઈન્ટર એકશનની સાથે સાથે ફલેક્સિબિલિટીને સુનિશ્ર્ચિત કરે છે જે અમને વધુ ઉત્પાદક, ઈનોવેટિવ અને અમારી કસ્ટમર સવસને વધુ બેહતર બનાવી શકે. કંપનીના સીઈઓ અરવિંદ કૃષ્ણાએ મે ૨૦૨૩માં એક ચેનલને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જેઓ સાઈટ પર નથી તેમના માટે પ્રમોશન મેળવવું મુશ્કેલ બની જશે. આઈબીએમમાં કેટલીક ટીમોએ કર્મચારીઓ માટે ઓફિસમાં રૂબરૂ આવવું ફરજિયાત બનાવી દેવાયું છે.