ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ ભારતમાં પસાર કરેલા સમયને ખાસ ગણાવ્યો

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોએ તાજેત્તરમાં જ ભારત યાત્રા અને ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી, તેનાથી નિશ્ર્ચિત રૂપે ભારત-ફ્રાન્સની મિત્રતા મજબૂત થશે. જણાવી દઈએ કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ૬ મહિના પહેલા ભારતમાં ૨ દિવસની યાત્રા પર આવ્યા હતા અને ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સામેલ થયા હતા.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંએ સોશિયલ મીડિયા પર પોતાના ભારત પ્રવાસનો એક વીડિયો શેયર કરતા લખ્યું છે કે ભારતની એક અસાધારણ યાત્રા પર એક નજર.

વડાપ્રધાન મોદીએ મેક્રોંની આ પોસ્ટને ટેગ કરતા ‘એક્સ’ પર લખ્યું કે રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં, તમારૂ ભારતમાં હોવુ અમારા માટે સન્માનની વાત છે. તમારી યાત્રા અને ગણતંત્ર દિવસ સમારોહમાં સામેલ થવાથી નિશ્ર્ચિત રીતે ભારત-ફ્રાન્સની મિત્રતા મજબૂત થશે.

ભારત ફ્રાન્સની વચ્ચે એક સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારી રોડમેપ પર સહમતિ બની છે, જે પ્રમુખ સૈન્ય હાર્ડવેર અને પ્લેટફોર્મના સહ-વિકાસ અને સહ-ઉત્પાદનનો માર્ગ મોકળો કરશે અને અવકાશ, જમીન યુદ્ધ, સાયબર અને આટફિશિયલ ઈન્ટેલિજન્સ સહિતના ઘણા ક્ષેત્રોમાં ટેક્નોલોજી સહયોગને પ્રોત્સાહન આપશે.