દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ નગરમાં પાલિકા ઓફીસની સામે નગરના કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી પૂરૂં પડવા માટે પાલિકા તંત્ર દ્વારા વર્ષો પહેલા પાણીની ટાંકી બનાવી હતી. જે પાણીની ટાંકી જર્જિત થતાં તંત્ર દ્વારા તેને તોડી પાડી અમૃત 2.0 સ્લેપ 1 વોટર સપ્લાય અંતર્ગત વર્ષ 2022-23 માં છ લાખ લીટરની ક્ષમતા ની રૂપિયા પચીસ લાખના ખર્ચે તંત્ર દ્વારા નવીન પાણી ની ટાંકી બનાવવામાં આવી. જે નવીન બનેલ પાણીની ટાંકીનો પાલિકા તંત્ર દ્વારા નગરજનોને પાણી પુરૂ પાડવા માટે આ ટાંકીનો ઉપયોગ કરતા તેમા પાણી ભરતાજ ટાંકીમાં નીચેના ભાગે પાણી લીકેજ થતાં પાણીનો જાણે દદુડો પડતો હોઈ તેમ ઉપરથી નીચે સુધી પાણી રેલાતા આ પાણી નો રેલો છેક નીચે સુઘી આવતા ટાંકીની આજુબાજુ પણ પાણી ભરાવા લાગ્યું હોઈ તેમ જોવાઈ રહ્યું છે. ત્યારે રૂપિયા 25 લાખના ખર્ચે છ લાખ લિટરની ક્ષમતા નવીન બનેલ આ પાણીની ટાંકીમાં લિકેજ જોવાતાં બે માસ અગાઉ બનેલ પાણીની ટાંકીમાં લિકેજ થી અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તંત્ર દ્વારા આ લાખો રૂપિયાના ખર્ચે નવીન બનેલ પાણીની ટાંકી લીકેજ હોવા છતાં પણ તંત્ર દ્વારા આ પાણીની ટાંકી કેમ હસ્તગત કરી હશે શું પાલિકાનાં અઘિકારીઓ દ્વારા આ ટાંકીની તપાસ હાથ ધરવામાં આવી હશે કે કેમ આ છ લાખ લીટરની ક્ષમતા વાળી પાણીની ટાંકી નું લીકેજ બંધ થશે કે કેમ ત્યારે તંત્ર દ્વારા આ નવીન પાણીની ટાંકી બનાવનારને બિલ ચૂકવણું કરવામાં આવ્યુ છે કે કેમ આ લીકેજના કારણે આવનાર સમયમાં આ ટાંકી જોખમ કારક બની રહેશે કે કેમ જેવા અનેક સવાલો ઊઠવા પામ્યા છે. જો આ લીકેજ પાણીની ટાંકીને લઈ ઉચ્ચસ્તરે થી તપાસ હાથ ધરવામાં આવે તો પાલિકાની અનેક પોલ બહાર આવે તેમ છે.