જ્યારે મારી સાથે શોષણ થયું તો તે શૉક થઈ ગઈ હતી,ભૂમિ પેડનેકર

મુંબઇ, ભૂમિ પેડનેકર ઈન્ડસ્ટ્રીની ટેલેન્ટેડ એક્ટ્રેસમાંથી એક છે. એક ઈન્ટરવ્યૂમાં ભૂમીએ પોતાની સાથે બનેલી એક યૌન શોષણની ઘટના વિશે જણાવ્યું. તે સમયે તેની ઉંમર ફક્ત ૧૪ વર્ષ હતી જ્યારે ભીડમાં કોઈએ તેને ચુટલો ભર્યો. તેને પહેલા તો સમજાયુ નહીં કે તેની સાથે આ કોણ કરી રહ્યું છે. પરંતુ કોઈ વારંવાર તેને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું.

ભૂમિએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું, મને સારી રીતે યાદ છે, બાંદ્રામાં ત્યારે મેળો લાગેલો હતો. હું ટીનએજર હતી. લગભગ ૧૪ વર્ષની અને મારા પરિવારની સાથે હતી. મને ખબર હતી કે શું થઈ રહ્યું છે… હું ચાલી રહી હતી અને કોઈ મારા બેક પર ચુટલી ભરી રહ્યું હતું. મેં પાછળ વળીને જોયું પરંતુ મને ખબર ન પડી કે આવું કોણ કરી રહ્યું છે. કારણ કે ભીડ ખૂબ વધારે હતી. કોઈ મને વારંવાર ખરાબ રીતે સ્પર્શ કરી રહ્યું હતું. જોકે હું પોતાના પરિવારવી સાથે હતી. મારી બિલ્ડિંગમાંથી બાળકીઓનું એક આખુ ગ્રુપ હતું પરંતુ મેં તે સમયે કંઈ ન કહ્યું કારણ કે જે થયું હતું તેનાથી હું શૉકમાં હતી.

ભૂમિએ કહ્યું, મને હજુ પણ યાદ છે કે મને કેવો અનુભવ થયો હતો. મને ચુટલીઓ યાદ છે. આ એવી વસ્તુ છે જે તમારૂ શરીર યાદ રાખે છે. આ એક ટ્રામા જેવું છે જેનાથી તમે બહાર ન આવી શકો. ઘણી વખત તો તમે એમ પણ નથી સમજી શક્તા કે કોણે શું કહ્યું કારણ કે તમે ભીડની વચ્ચે છો.