વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ફેન્સને ટૂંક સમયમાં મળશે ખુશખબર, એબી ડી વિલિયર્સનો ખુલાસો

મુંબઇ, દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સે કહ્યું કે વિરાટ કોહલીએ તેના પરિવાર સાથે રહેવાનું નક્કી કર્યું કારણ કે અનુષ્કા શર્મા બીજી વખત માતા બનવા જઈ રહી છે. તેથી વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે મેચ રમી રહ્યો નથી.દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સે શનિવારે ફેન્સ સાથે વાત કરતા કહ્યું કે વિરાટ કોહલી ટૂંક સમયમાં બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે.

તેને કહ્યું કે જ્યારે વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો હતો ત્યારે તેને કોહલી સાથે વાત કરી હતી. એબી ડી વિલિયર્સે તેના ફેન્સ અને ફોલોઅર્સને કહ્યું કે વિરાટ કોહલી ઠીક છે અને તેના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની પહેલી બે મેચમાં નહીં રમવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સે વિરાટ કોહલીના બ્રેક લેવા પાછળનું સાચું કારણ જાહેર કર્યું છે. ડી વિલિયર્સે તેની યુટ્યુબ ચેનલ પર કોહલી સાથેની વાતચીત પણ શેર કરી છે.

એબી ડી વિલિયર્સે શનિવારે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ’હું જાણું છું કે તે સારો છે. તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. આ જ કારણ છે કે તે પહેલી બે ટેસ્ટ મેચ નથી રમી રહ્યો. હું કંઈપણ પુષ્ટિ કરવા જઈ રહ્યો નથી. હું તેના પરત આવવાની રાહ જોઈ રહ્યો છું. તે ઠીક છે.

એબી ડી વિલિયર્સે વિરાટ કોહલીના બીજી વખત પિતા બનવા અંગેનું નિવેદન આપતા પહેલા તેને તેની અને કોહલી વચ્ચેની વાતચીત ચેક કરી. તેને કહ્યું , તેને શું કહ્યું તે મને જોવા દો. હું ફેન્સને થોડો પ્રેમ આપવા માંગુ છું. મેં તેને લખ્યું, હું તમને થોડા સમય માટે મળવા માંગુ છું, બિસ્કુટ, કેમ છો? આના પર કોહલીએ કહ્યું કે, આ સમયે હું મારા પરિવાર સાથે છું અને હું ઠીક છું.

ડી વિલિયર્સે આગળ કહ્યું, ’હા, તેનું બીજું બાળક આવવાનું છે. હા, પરિવાર સાથે રહેવાનો આ સમય છે અને તેના માટે વસ્તુઓ મહત્વપૂર્ણ છે. જો તમે તમારી પ્રત્યે સાચા નથી, તો તમે જે નથી કરી રહ્યા તે કરવું જોઈએ. મારા મતે મોટાભાગના લોકોની પ્રાથમિક્તા કુટુંબ છે. તમે આ માટે વિરાટ કોહલીને જજ ન કરી શકો. આપણે તેને મિસ કરી રહ્યા છે પરંતુ તેને ખરેખર સારો નિર્ણય લીધો છે.