પુણેમાં નાટક દરમિયાન સીતા માતાને ધૂમ્રપાન કરતા દેખાડવામાં આવ્યા, પ્રોફેસર સહિત ૫ની ધરપકડ

પુણે,મહારાષ્ટ્રના પુણેમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યારે એક નાટક દરમિયાન સીતાનું પાત્ર સિગારેટ પીતા બતાવવામાં આવ્યું હતું. થયું એવું કે સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીના એક પ્રોફેસર અને પાંચ વિદ્યાર્થીઓની હિન્દુ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ’રામલીલા’ પર આધારિત નાટકને લઈને થઈ હતી, જેમાં કથિત રીતે વાંધાજનક સંવાદો અને દ્રશ્યો હતા.

નાટકનું મંચન થઈ રહ્યું હોવાના વાયરલ વીડિયોમાં, સીતાની ભૂમિકા ભજવી રહેલા એક પુરુષ અભિનેતાને સિગારેટ પીતો અને અપશબ્દોનો ઉપયોગ કરતો બતાવવામાં આવ્યો છે. એવું નોંધવામાં આવ્યું હતું કે શુક્રવારે યુનિવર્સિટી કેમ્પસમાં મંચાયેલા આ નાટકમાં ઇજીજી-સંલગ્ન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના સભ્યો અને પુણે યુનિવર્સિટીના ફાઇન આર્ટસ સેન્ટરના વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

વાસ્તવમાં, લલિત કલા કેન્દ્રનું નાટક, જેને સત્તાવાર રીતે સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ કહેવામાં આવે છે, તે ’રામ લીલા’માં વિવિધ ભૂમિકાઓ ભજવતા કલાકારો વચ્ચેના બેકસ્ટેજ મશ્કરી પર આધારિત હતું. એવું નોંધવામાં આવ્યું હતું કે એબીવીપી કાર્યકારી હર્ષવર્ધન હરપુડે દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે, ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૫ (કોઈ પણ વર્ગની ધામક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઇરાદાપૂર્વક અને દૂષિત હેતુ) અને અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.પોલીસે ફાઇન આર્ટસ સેન્ટર વિભાગના વડા ડૉ. પ્રવીણ ભોલે અને વિદ્યાર્થીઓ ભાવેશ પાટીલ, જય પેડનેકર, પ્રથમેશ સાવંત, હૃષિકેશ દળવી અને યશ ચીખલેની ધરપકડ કરી છે.