બરબાદી બાદ માલદીવના રાષ્ટ્રપતિને અક્કલ આવી, ભારત સામે ના ચાલી ચીનની અવળચંડાઈ

નવીદિલ્હી, અવળચંડા ચીનની અવળચંડાઈ તેને જ ભારે પડી. ભારત સામે ના ચાલ્યું ચીનનું ષડયંત્ર. ભારત સામે ના ચાલ્યું ચીનનું માલદીવવાળું તીર. ચીન સમથત માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુને બધું ગુમાવ્યા પછી આખરે અક્કલ આવી. ઈન્ડિયા આઉટનો નારા લગાવીને માલદીવમાં સત્તા પર આવેલા મોહમ્મદ મુઈઝુ ભારતને પોતાના દેશમાંથી આઉટ કરી શક્યા નથી. તેમણે ભારતની વ્યૂહરચના સામે આત્મસમર્પણ કર્યું. દિલ્હીમાં યોજાયેલી કોર ગ્રુપની બીજી બેઠકમાં ભારત અને માલદીવ વચ્ચે સમજૂતી થઈ છે. આ દરમિયાન એ વાત પર સહમતિ બની છે કે ભારત માલદીવમાં તૈનાત પોતાના સૈનિકોના બિન-લશ્કરી કર્મચારીઓને તૈનાત કરશે. આ નાગરિક જૂથ માત્ર ભારતીય સૈનિકોના કામને આગળ વધારશે. જેને પગલે હવે ભારત માલદીવમાં સૈનિકોની જગ્યાએ બિન-લશ્કરી કર્મચારીઓને ત્યાં તૈનાત કરશે. આ નિર્ણય બાદ માલદીવમાં ચીનનું બધુ ષડયંત્ર ફેલ ગયું છે અને ભારતની રણનીતિ સામે તે હારી ગયું.

માલદીવના વિદેશ મંત્રાલય અનુસાર, માલદીવમાં ભારતના ત્રણ એવિએશન પ્લેટફોર્મ છે. આમાંથી એક પર હાજર સૈનિકો ૧૦ માર્ચ સુધીમાં ભારત પરત ફરશે. આ પછી, વધુ બે પ્લેટફોર્મ પર હાજર ભારતીય સૈનિકો ૧૦ મે સુધીમાં તેમના દેશ પરત ફરશે. માલદીવમાં લગભગ ૮૦ ભારતીય સૈનિકો છે. તે બે હેલિકોપ્ટર અને એક એરક્રાટનું સંચાલન સંભાળે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ બચાવ અને સરકારી કામોમાં થાય છે.

ભારત તેના સૈનિકોને પાછા ખેંચવાના બદલામાં માલદીવમાં નાગરિકોને તૈનાત કરશે. આ નિર્ણયને બંને દેશોની જીત અને ચીનની મોટી હાર તરીકે જોવામાં આવી રહી છે. કારણ કે, ચીન માલદીવને સતત ભારત વિરોધી પગલાં લેવા માટે ઉશ્કેરતું હતું. માલદીવ અને ભારત વચ્ચે સમજૂતી થઈ છે. હવે ભારત તેના ૮૦ સૈનિકોની જગ્યાએ બિન-લશ્કરી કર્મચારીઓને તૈનાત કરશે અને સમુદ્રનું પરીક્ષણ ચાલુ રાખશે. શું આ માલદીવમાં ચીનની હાર છે? કારણ કે, ચીન માલદીવને સતત ભારત વિરોધી પગલાં લેવા માટે ઉશ્કેરતું હતું.

બંને દેશો આ મુદ્દાના ઉકેલ માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છે. આ અંતર્ગત એવી વ્યવસ્થા જાળવવાના પ્રયાસો કરવામાં આવશે કે ભારતીય હેલિકોપ્ટર અને વિમાન માલદીવમાં માનવતાવાદી સહાય અને તબીબી કટોકટીમાં ત્યાંના લોકોને મદદ કરવાનું ચાલુ રાખે. ભારત-માલદીવ કોર ગ્રૂપની બેઠક દરમિયાન, બંને પક્ષોએ સંરક્ષણ અને સુરક્ષા સહયોગ, આથક અને વિકાસ ભાગીદારીના ક્ષેત્રમાં સંબંધો સુધારવા માટે વર્તમાન દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી. આ ઉપરાંત એ વાત પર પણ સહમતિ બની છે કે ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની આગામી બેઠક માલેમાં યોજાશે, જેના માટે બંને દેશો સાથે મળીને તારીખ નક્કી કરશે.

માલદીવમાંથી ભારતીય સૈનિકો પાછા ખેંચવાના મુદ્દાના ઉકેલ માટે બંને દેશોએ એક કોર ગ્રૂપની રચના કરી છે. બે અઠવાડિયા પહેલા માલદીવની રાજધાની માલેમાં આ મુદ્દે પ્રથમ રાઉન્ડની વાતચીત થઈ હતી. ત્યારે કોઈ ઉકેલ મળ્યો ન હતો. પરંતુ, દિલ્હીમાં યોજાયેલી બીજા રાઉન્ડની બેઠકમાં ચોક્કસપણે ઉકેલ મળી ગયો છે. હવે ત્રીજો રાઉન્ડ ફરીથી માલેમાં યોજાશે. હવે જોવાનું એ રહે છે કે આ સમસ્યાનો શું ઉકેલ આવે છે. બંને દેશો બંને પક્ષોને સ્વીકાર્ય હોય એવો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

હવે સવાલ એ છે કે શું ભારતે માલદીવનું બજેટ ઘટાડ્યું. માલદીવમાં ભારતીયોની સંખ્યામાં ઘટાડો થયો છે. મુઈજ્જુ પણ કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે, તો શું મુઈજ્જુ હોશમાં કેમ આવ્યો? ભારત માલદીવના લોકોને સતત મદદ કરી રહ્યું છે. આ તસવીરો ગયા વર્ષે નવેમ્બરની છે જ્યારે ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનો ગંભીર રીતે બીમાર માલદીવિયન નાગરિકને એર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જે વિમાન દ્વારા દર્દીને લઈ જવામાં આવ્યો હતો તે વિમાન પણ ભારત દ્વારા માલદીવને ભેટમાં આપવામાં આવ્યું હતું.

ગયા વર્ષે નવેમ્બરમાં જ, મુઇઝુએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા અને ભારત તરફથી ભેટ તરીકે મળેલા હેલિકોપ્ટર, ડોનયર એરક્રાફ્ટ અને ઑફશોર પેટ્રોલિંગ જહાજોનું સંચાલન બંધ કરી દીધું હતું. જેના કારણે માલદીવમાં મેડિકલ એરલિટ સેવા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે.તાજેતરમાં એક બાળકનું પણ સારવારના અભાવે મોત થયું હતું. આ કારણે મુઈઝુ સરકાર પર ભારતીય હેલિકોપ્ટર અને એરક્રાટને તાત્કાલિક સક્રિય કરવા દબાણ વધી રહ્યું હતું. પરંતુ મુઈઝુની પહેલી ઈચ્છા માલદીવમાંથી ભારતીય સૈનિકોને હટાવીને ચીની જવાનોને તૈનાત કરવાની હતી. પરંતુ, તેઓ પોતાના જ દેશના વિરોધ પક્ષોના વિરોધથી ડરતા હતા. આ કારણથી તેણે સિંગાપોરમાં કામ કરતી ચીની કંપનીના નાગરિક કર્મચારીઓને તૈનાત કરવા માટે ચીન સાથે એક પ્લાન પણ બનાવ્યો હતો, આ પ્લાનમાં પણ મુઈઝુ નિષ્ફળ ગયો હતો.

મુઈઝુએ ગયા વર્ષે ચૂંટણી પ્રચાર દરમિયાન માલદીવમાં ભારતીય સૈનિકોની હાજરીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમને પાછા ખેંચવાની માંગ કરી હતી. આ માટે તેણે ઈન્ડિયા આઉટ અભિયાન શરૂ કર્યું હતું, પરંતુ ભારતના દબાણને કારણે મુઈઝુની આ યોજના નિષ્ફળ ગઈ. આવી સ્થિતિમાં મુઈઝુએ હાર સ્વીકારીને ભારતની વાત સ્વીકારવી પડી હતી.