દાહોદ, દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના હિન્દોલીયા ગામે મોટા ફળિયામાં ઘાસનો માંડવો બનાવવાના મામલે થયેલ ઝઘડડામાં લાકડી તથા પથ્થરો ઉછળતાં ત્રણ જણાને ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે.
હિન્દોલીયા મોટા ફળિયામાં રહેતા હઠીલા પરિવારના ભોપતભાઈ માવસીંગભાઈ, જયેશભાઈ સરતનભાઈ, મહેશભાઈ ભોપતભાઈ તથા સરતનભાઈ ચોથાભાઈ વગેરેએ તેમનાા ફળિયામાં રહેતા ગણપતભાઈ સનાભાઈ પટેલને ગાળો આપી, આ ઘાસનો માંડવો અહીં કેમ બનાવ્યો છે ? આ જમીન અમારી છે. તેમ કહેતા ગણપતભાઈ પટેલે કહેલ કે, આ સરકારી પડતર જમીન છે. તેમાં મેં બનાવેલ છે. આ જમીન તમારી નથી. આ સાંભળી હઠીલા પરિવારના ઉપરોક્ત ચારે જણા ઉશ્કેરાયા હતા અને જયેશભાઈ સરતનભાઈ હઠીલાએ તેના હાથમાનો પથ્થર ગણપતભાઈ પટેલને માથામાં પાછળના ભાગે છુટ્ટો મારી મહેશભાઈ ભોપતભાઈ હઠીલાએ તેના હાથમાંની લાકડી શનાભાઈ મેરાભાઈ પટેલને જમણા હાથના કાંડાના ભાગે મારી તથા કરણભાઈ પટેલને બરડાના ભાગે છુટ્ટો પથ્થર મારી ઈજાઓ પહોંચાડી તથા ભોપતભાઈ માવસીંગભાઈ હઠીલા તેમજ સરતનભાઈ ચોથાભાઈ હઠીલાએ ભેગા મળી ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી.
આ સંબંધે હિન્દોલીયા મોટા ફળિયામાં રહેતા ગણપતભાઈ શનાભાઈ પટેલે નોંધાવેલ ફરિયાદને આધારે પીપલોદ પોલીસે ઈપિકો કલમ 323, 324, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.