દાહોદ લક્ષ્મીનગરની પરિણિતાનેે પતિ અને સાસરીયા દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપતા ફરિયાદ

દાહોદ, અન્ય પુરૂષ સાથે સંબંધ હોવાનો શક રાખી બીજી પત્ની લાવવાનું કારણ આગળ ધરી પતિ તથા સાસરીયા દ્વારા ગુજરાતા શારીરીક અને માનસીક ત્રાસથી વાજ આવેલ અભલોડ ગામની 29 વર્ષીય પરણિત મહિલા ન્યાયની દાદ માટે પોલિસ સ્ટેશનના દરવાજે દસ્તક દીધાનું જાણવા મળ્યું છે.

દાહોદ લક્ષ્મીનગર સોસાયટીમાં હાલ પોતાના પિયરમાં રહેતી 29 વર્ષીય પુજાબેનના લગ્ન તા. 15-5 2014ના રોજ તેઓની બંનેની સંમતીથી અભલોડ ગામના રાયણ ફળિયામાં રહેતા મયુરભાઈ નારણભાઈ રાઠોડ સાથે થયા હતા. પુજાબેનને તેના સાસુ નર્મદાબેન નારણભાઈ, દીયર સતીશભાઈ નારણભાઈ, કિશનભાઈ નારણભાઈ તથા નણંદ જશોદાબેન શૈલેષભાઈ કોરાડીની ચઢામણીથી પતિ મયુરભાઈએ પુજાબેનને તું મને ગમતી નથી, મારે તને રાખવી નથી તુ મારા ઘરમાંથી નીકળી જા, મારે બીજી પત્ની લાવવાની છે. તેમ કહી પુજાબેનને મારકુટ કરી ગાળો બોલી પુજાબેન ઉપર અન્ય પુરૂષોનો શક વ્હેમ રાખી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી શારીરીક અને માનસીક ત્રાસ ગુજારતી ઘરના તમામ સભ્યોએ મારમારી પુજાબેનને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકતાં પુજાબેનને પોતાના પિતાને ત્યાં દાહોદ લક્ષ્મીનગર સોસાયટીમાં આવી ગયા હતા અને તેઓએ પોતાના પતિ, સાસુ, દીયરો તથા નણંદ વિરૂધ્ધ દાહોદ મહિલા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલિસે આ મામલે ઈપિકો કલમ 498(ક), 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.