દાહોદના ઉચવાણીયા ગામેથી એલ.સી.બી.પોલીસે ઈકો ગાડીમમાંથી 40 હજારનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

દાહોદ, દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે એક ઈકો ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.40,320ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.5,40,320ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લામાં પ્રોહીની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓમાં સામેલ આરોપીઓને ઝડપી પાડવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, અસામાજીક તત્વોને ઝડપી પાડવા સહિત વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે ગતરોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ઈકો ફોર વ્હીલર ગાડી પસાર થતાં ગાડીને ઉભી રખાવી તેની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ.14 જેમાં કુલ બોટલો નંગ.336 કિંમત રૂા.40,320ના પ્રોહી જથ્થા સાથે ગાડીના ચાલક નરેશભાઈ કાળુભાઈ ડામોર (રહે. ઉચવાણીયા, ડામોર ફળિયું, તા.જિ.દાહોદ) નાની પોલીસે અટકાયક કરી હતી. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.5,40,320નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સંબંધે પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.