જોય ઓફ ગીવિંગ ઉક્તિને સાર્થક કરતા 395 સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યા

દાહોદ, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1 રિજિયન 8 અને ઝોન 2 માં આવેલી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી પરમેનેન્ટ પ્રોજેક્ટ ગામડાના અંતરિયાળ બાળકોને સ્વેટર વિતરણ કરવાનો છે આ પ્રોજેક્ટના ચેરમેન લા કમલેશ લીમ્બાચીયા અને એમની ટીમ દ્વારા 395 સ્વેટર વિતરણ કરવામાં આવ્યું જેમાં દાતાઓ દ્વારા જોય ઓફ ગિવિંગ ઉક્તિ સાર્થક કરતા વસંત કારેલીયા દ્વારા જયેશભાઈની યાદમાં ડલ્લાસ યુ.એસ.એ, કામિનીબેન રાંદેરી અલ્કેશભાઇ શેઠ, રાજકુમાર સહેતાઇ, સેફીભાઈ પીટોલવાળા, દિનેશભાઈ લીમ્બાચીયા દાન આપવામાં આવ્યું ઉત્તમ કાર્યમાં સહભાગી થયા જેમાં પટેલ ફળિયા વર્ગ બોરવાણી-50 સ્વેટર કાળા ખેતર વર્ગ પ્રાથમિક શાળા તરવાડીયા-40 સ્વેટર શિલોટ ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ભંભોરી-40 સ્વેટર કોટડા બુઝર્ગ વર્ગ પ્રાથમિક શાળા-35 સ્વેટર કરમચંદનું ખેડુ પ્રાથમિક શાળા-35 સ્વેટર ખૂટખેડા મુખ્ય પ્રાથમિક શાળા-40 સ્વેટર માળ ફળિયા વર્ગ પ્રાથમિક શાળા બોરડી-35 સ્વેટર માળ ફળિયા વર્ગ કોટડા બુઝર્ગ-30 સ્વેટર તરવાડીયા હિંમત પ્રાથમિક શાળા-50 સ્વેટર ગમલા વર્ગ પ્રાથમિક શાળા 40-સ્વેટરનું વિતરણ કેબિનેટ સેક્રેટરી લા યુસુફી કાપડિયા, કમલેશ લીમ્બાચીયા, પ્રમુખ તુલસીબેન શાહ, સેફીભાઈ પીટોલ વાલા આચાર્યા નીતીક્ષાબેન પટેલ, ઉમંગભાઇ દરજી, ધર્મેશભાઈ લાલપુરીયા, સમીર ચૌધરીની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું વિવિધ શાળાઓના આચાર્ય હોય આભાર વ્યક્ત કરતા પત્ર પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.