ઘોઘંબાના સરસવા ગામે તલાટી અને સરપંચને ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ

ઘોઘંબા, ઘોઘંબા તાલુકાના સરસવા ગામે ગામના તલાટીને સરકારી કામમાં રૂકાવટ ઉભી કરતા ગામના બે ઈસમો સામે તલાટીએ રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે બે ઈસમો સામે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

ઘોઘંબા તાલુકાના સરસવા ગામે તલાટી તરીકે ફરજ બજાવતા પંકજકુમાર અસોડાએ રાજગડ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, ગામના હિરા સુરસીંગ રાઠવા અને ગીતાબેન સુરસીંગ રાઠવાએ તલાટીને રસ્તાના દબાણ ુર કરવાની કામગીરીમાં અડચણ ઉભી કરી કામને થતુ રોકવા લાગ્યા હતા. જેથી તલાટીએ તે બાબતે બંનેને સમજાવતા બંને ઈસમો કોઈ વાત માનવા તૈયાર ન હતા. તેમજ ગ્રામ પંચાયતના કામમાં રૂકાવટ ઉભી કરી તલાટીએ તેમજ ગામના ડેપ્યુટી સરપંચને આરોપી હિરાભાઈ સુરસીંગભાઈ રાઠવાએ મારી નાંખવાની ધમકીઓ આપી અપશબ્દો બોલી અહિંથી જતા રહો તેમ કહ્યુ હતુ. જયારે આરોપી ગીતાબેન રાઠવાએ તલાટીને જણાવ્યુ હતુ કે,તલાટી હવે તું અહિ કેવી રીતે નોકરી કરે છે. હું તને જોઈ લઈશ. તેમ કહી અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ગુનો કર્યો હતો. ત્યારે રાજગઢ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.