લુણાવાડા, વિશ્વ સમક્ષ પર્યાવરણની જાળવણી એક પડકાર ઉભો થયો છે. બદલાતા પરિણામો અને તેને પગલે સર્જાતા પરિણામોથી વેટલેન્ડના અસ્તિત્વ સામે પણ અનેક પડકારો ઉભા થયા છે. તેથી તેની સુરક્ષા અને સંવર્ધનની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. જળ પ્લાવિત વિસ્તારોના સંરક્ષણ અને વિકાસ માટે વેટલેન્ડને સંરક્ષિત બનાવી રાખવાના ઉદ્દેશ્યથી દર વર્ષે તા.2 ફેબ્રુઆરીએ વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણી કરવામાં આવે છે.
મહિસાગર જિલ્લા નાયબ વન સંરક્ષકે જણાવ્યુ કે, આ વર્ષે વેટલેન્ડની થીમ છે. વેટલેન્ડ એન્ડ હ્યુમન વેલબીઈંગ વેટલેન્ડ માત્ર પક્ષીઓ જ નહિ પરંતુ માણસો માટે પણ ખુબ અગત્યનો છે. તે સ્થાનિક વપરાશ તેમજ સિંચાઈના ઉપયોગ માટે પાણી આપે છે. તેઓ ભુગર્ભ જળના તળ ઉપર લાવવામાં મદદરૂપ થાય છે. વેટલેન્ડ પાણીની અછત અને આહાર સંબંધિત પાણીની જરૂરિયાતો પરીપુર્ણ કરે છે. અને પ્રકૃતિતંત્રની અનેક પ્રકારે સેવા કરે છે પરંતુ આ વર્ષ વિશેષ એટલા માટે છે કે આ વખતે મહિસાગર જિલ્લાની સાથે સમગ્ર રાજયમાં વેટલેન્ડ બર્ડસની ગણતરી કરાઈ હતી. આ ગણતરી બે તબકકામાં કરી હતી. જેમાં પ્રાથમિક તબકકામાં ડિસેમ્બર મહિનામાં એની શરૂઆત કરી હતી. મહિસાગર જિલ્લાના 37 જલ પ્લાવિત વિસ્તારો ગણતરીમાં લીધા હતા. તેનાથી જે અંદાજ મુજબ મહિસાગર જિલ્લાનુ મોટુ વેટલેન્ડ લુણાવાડાના વરધરી પાસે આવેલુ સ્વરૂપ સાગર લેકને મુખ્ય ગણતરીમાં લીધુ હતુ. આ ગણતરી તા.27 અને 28 જાન્યુઆરી એમ બે દિવસ ચાલી હતી. જેમાં અંદાજિત 400 હેકટરમાં આખા તળાવને નાયબ વન સંરક્ષક અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરના માર્ગદર્શનમાં ચાર કાઉન્ટિંગ ઝોનમાં વિભાજીત કરી દરેક કાઉન્ટિંગ ઝોનમાં ટીમ લીડર ફોરેસ્ટર સાથે અન્ય બીટગાર્ડસ અને પક્ષીવીદો એમાં જોડાયા હતા. બે દિવસની પક્ષી ગણતરીના જે આંકડા આવ્યા છે એ જોતા કુલ અંદાજિત 75 પક્ષીઓની જાતો નોંધી છે. એની સંખ્યા 10 હજારને પણ પાર ચુકી છે. રાજયમાં જોવા મળતા યાયાવર પક્ષીઓની 20 ટકા પ્રજાતિઓ જિલ્લામાં નોંધાઈ છે. જેમાં રેસીડેન્ટ પ્રજાતિ કોમન કુટ, ગ્રીપ્સ, કોર્મોરેન્ટસ, ડાર્ટ્સ, હેરોન, કોમ્બ ડક, સહિત યાયાવર પ્રજાતિમાં શોવેલર, ગાર્ડવોલ, પીટલ, વીજીઓન, પોચાડે જેવી અનેક વિધ પ્રજાતિ જોવા મળી જેમાં લુપ્ત થતી પ્રજાતિ રેડ ક્રેસટર્ડ પોચાર્ડ અને ગાજ હંસે મુખ્ય આકર્ષણ હતુ.