દે.બારીઆ,દે.બારીઆની સરકારી હોસ્પિટલમાં સરકાર તરફથી જરૂરી તબીબ, નર્સિંગ સ્ટાફ, કલાર્ક, સ્વિપર, વોર્ડ બોય, પટાવાળા, સફાઈ કામદારની ભરતી કરવામાં આવેલ છે. સરકાર તરફથી તબીબી સેવાઓ આપનાર સ્ટાફ પોતાની ફરજ મુજબ પોતાની નોકરી કરતા હોય છે. તબીબી સેવાઓમાં તબીબો માટે પણ નોકરીની ફાળવણી થતી હોય છે. રેસીડેન્સિયલ તબીબો અને દવાખાને ફરજ બજાવતા અન્ય કોઈ બીજા કર્મચારીઓને ફાળવવામાં આવેલ સરકારી સ્ટાફ કવાર્ટરની આગળ ગંદકી અને કચરાના ઢગ હોવાના કારણે રાત્રિ દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ અને ત્રાસ વધી જતો હોય છે ત્યારે ધણીવાર મચ્છરદાનીનો પણ સહારો લેવા પડતુ હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે. સરકાર દ્વારા તાજેતરમાં સ્વચ્છતાં અભિયાન હાથ ધરવામાં આવ્યુ ત્યારે સરકારી સ્ટાફ કવાર્ટરની આગળના ભાગે સફાઈ કરવાની કામગીરી કદાચ બાકી રહી