
ગોધરા શહેરના મધ્યમાં આવેલા રામસાગર તળાવ પાસે છેલ્લા ત્રણ મહિનાથી બિનવારસી હાલતમાં પડી રહેલ ઈકો ગાડીમાં આજુબાજુમાં પડી રહેલા કચરાના ઢગલામાં આગ લાગવાના કારણે આગ લાગી હતી. જેના કારણે આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોમાં દોડધામ સાથે અફડા તફડી મચી જવા પામી હતી. જ્યારે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરબિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચીને ઈકો ગાડી પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
ગોધરાના રામસાગર તળાવ પાસે આવેલા ઝુલેલાલ ઘાટ પાસે છેલ્લા ત્રણ મહિનાથી બિનવાસી હાલતમાં પડી રહેલી ઈકો ગાડીમાં આગ ભભૂકી ઉડતા અફરાતફરી મચી જવા પામી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરબિગેડના મુકેશ ચાવડા અને કલ્પેશભાઈએ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ઈકો ગાડી પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
ફાયર બ્રિગેડના જવાનને જણાવ્યું હતું કે, ગોધરાના રામસાગર તળાવ પાસે આવેલા ઝૂલેલાલ ઘાટ સામે એક ઈકો ગાડી છેલ્લા ત્રણ મહિનાથી બિનવારસી હાલતમાં પડી રહી છે જેમાં આજુબાજુમાં પડી રહેલા કચરાના ઢગલાના કારણે ઈકો ગાડીમાં આગ લાગી હતી. જ્યારે ફાયર બ્રિગેડના જવાન મુકેશભાઈ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે સમય પહેલા ના પહોંચતા તો ઈકો ગાડીમાં બ્લાસ્ટ થાય તેવું સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ સમયસર ઘટના સ્થળ ઉપર પહોંચી ઈકો ગાડી પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો
ઈકો ગાડીમાં આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડ દ્વારા સ્થાનિક પોલીસને પણ જાણ કરી હતી કે ઇકો ગાડી ઉપર પાણીનો મારો ચલાવી આગમાં કાબુ તો આવી ગયો છે. પરંતુ ઇકો ગાડીમાં ગેસના બોટલ હોવાના કારણે ગમે ત્યારે બ્લાસ્ટ થાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે માટે તાત્કાલિક ઇકો ગાડીને અન્ય જગ્યાએ ખસેડી લેવામાં આવે તે માટે ફાયર બિગેડના જવાન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે.