ડાન્સ ક્વિન માધુરી સાથે સુનીલ શેટ્ટી રિયાલિટી શો ’ડાન્સ દીવાને’ માં જોવા મળશે

અભિનેત્રી માધુરી દીક્ષિત (Madhuri Dixit) ડાન્સ રિયાલિટી શો ડાન્સ દીવાને (Dance Deewane) ની નવી સીઝનમાં જજની પેનલ જોડાશે. તેણે સુનીલ શેટ્ટી (Sunil Shetty) સાથે શોના સહ-જજ અંગે આ શેર કર્યું હતું,માધુરી ડાન્સ દીવાનેની લાસ્ટ સિઝનમાં ધર્મેશ યેલાંદે અને પુનિત પાઠક સાથે જજમાં જોવા મળી હતી. જોકે, આ પહેલીવાર છે જે તે અભિનેતાસુનિલ શેટ્ટી સાથે કામ કરી રહી છે.

સુનીલ શેટ્ટી સાથે જજની પેનલમાં જોડાવા અંગેની તેની ઉત્તેજના શેર કરતાં, માધુરી દીક્ષિતે કહ્યું, “સુનીલ આ શોમાં માઇન્ડ બ્લોઇંગ છે. તેની સાથે આ મારો પહેલો સહયોગ છે, અને શા માટે અમે પહેલાં સાથે કામ ન કર્યું. અમે ફિલ્મમાં સાથે કામ કર્યું નથી, ત્યારે આ તક ઉભરી આવી, અને હું તેનો સંપૂર્ણ આનંદ માણી રહી છું. શરૂઆતમાં, મને તેના તરફથી થોડી આશંકાની લાગણી થઈ હતી. જલદી તેણે સેટ પર પગ મૂક્યો અને તેની કમેન્ટ શેર કરવાનું શરૂ કર્યું, હું તેની સરળતાથી ખૂબ પ્રભાવિત થઇ છું. તે જે રીતે વાત કરે છે તે અદ્ભુત છે! જ્યારે દર્શકો તેને જજ તરીકે જોશે, ત્યારે તેઓ ઓડિયન્સને ખુબ ગમશે.”

માધુરીની સાથે સહ-જજ (co-judge) તરીકે શોમાં જોડાવા પર, સુનીલે કહ્યું કે તે ખૂબ કાળજી લે છે અને તેને “એક્સપ્રેશન અને ડાન્સ કવીન” કહે છે.એક્ટર સુનિલ શેટ્ટીએ કહ્યું કે, “તે મારુ ધ્યાન રાખે અને ખૂબ જ વિચારી રહી છે કારણ કે તે જાણતી હતી કે હું કંઈક નવું કરી રહ્યો છું. અને માત્ર તેનીજ નહીં, ટીમ અને ભારતીએ મારા માટે તેને ખૂબ જ સરળ બનાવ્યું હતું. ટીમે મને શીખવ્યું છે કે બધું કેવી રીતે કામ કરે છે. હું હવે સેટલ્ડ છું. માધુરી એક્સપ્રેશન અને ડાન્સ કવીન છે. અને તેની સાથે કામ કરવાથી મને ઘણું શીખવા મળે છે. હું અહીંથી ઘણું શીખીને જઈશ.”ડાન્સ દીવાને રિયાલિટી શો ભારતી સિંહ હોસ્ટ કરશે. આ શોનું પ્રીમિયર 3 ફેબ્રુઆરીએ કલર્સ પર થશે.

માધુરી દીક્ષિત અને સુનિલશેટ્ટી રિયાલિટી શોમાં જજ તરીકે હશે, આ ડાન્સ દીવાને રિયાલિટી શો ભારતી સિંહ હોસ્ટ કરશે. શોનું પ્રીમિયર 3 ફેબ્રુઆરીએ કલર્સ પર થશે.