જુનાગઢ, તોડકાંડના આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ એટીએસએ આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરી છે. આરોપી તરલ ભટ્ટની પૂછપરછમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સાંઠ-ગાંઠ ખૂલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં મહા તોડકાંડના આરોપી પીઆઇ તરલ ભટ્ટના અમદાવાદ સહિતના નિવાસસ્થાનો પર ગુજરાત એટીએસની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે આજે આરોપી અને સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટની ધરપડક કરવામાં આવી છે. પોલીસની ભીસ વધતા તરલ ભટ્ટનું પગેરુંમળી આવ્યું અને એટીએસના હાથે તેની ધરપકડ કરાઈ છે. માહિતી મુજબ, આ કેસમાં એટીએસ અન્ય બે આરોપીઓનું પણ પગેરું દબાવી રહી છે. આરોપી તરલ ભટ્ટની પૂછપરછમાં મોટા ખુલાસા થાય અને ઉચ્ચ અધિકારીઓ સાથે સાંઠ-ગાંઠ ખૂલે તેવી સંભાવનાઓ છે.
પીઆઈ તરલ આર. ભટ્ટ તથા જુનાગઢ સાયબર ક્રાઈમ સેલના પીઆઈ એ. એમ. ગોહિલ અને એએસઆઈ દિપક જાની એ ગુજરાત પોલીસને ખળભળાટ મચાવી દે તેવો કાંડ રચ્યો હતો. તરલ ભટ્ટે આપેલી ૩૩૫થી વધુ જુદાજુદા બેંક એકાઉન્ટની માહિતીના આધારે સાયબર ક્રાઈમ સેલના પીઆઈ એ. એમ. ગોહિલે સીઆરપીસી ૯૧ અને સીઆરપીસી ૧૦૨ હેઠળ નોટિસ કાઢી તમામ બેંક એકાઉન્ટ સ્થગિત કરાવી દીધા હતા. બેંક એકાઉન્ટ કાર્યરત કરવા માટે પ્રત્યેક બેંક એકાઉન્ટ ધારક પાસેથી ૨૦-૨૦ લાખ રૂપિયા પડાવ્યા હતા. આ તમામ હક્કિત એક અરજદારની રજૂઆતમાં સામે આવી હતી. જુનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડીયા એ આ મામલે તપાસ સોંપતા ત્રણેય પોલીસ અધિકારીઓ અને અન્ય સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસે ગુનો નોંયો છે. ગુનો નોંધાયા બાદ ત્રણેય આરોપી પોલીસ અધિકારીઓ ફરાર થઇ ગયા છે.
કેરલાના રહેવાસી કાતક ભંડારીને નવેમ્બર-૨૦૨૩માં માલૂમ પડ્યું કે, તેમનું એચડીએફસી બેંક સહિતના ૩૦ એકાઉન્ટ ફ્રિઝ કરી દેવાયા છે. બેંકમાંથી મળેલી માહિતી અનુસાર તેમનું એકાઉન્ટ સ્થગિત કરવા માટે જુનાગઢ ના પીઆઈ એ. એમ. ગોહિલે સૂચના આપી હતી. કાર્તિક ભંડારીએ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવવા માટેનો ફોનથી સંપર્ક કર્યો હતો. વારંવારં સંપર્ક કરનારા કાતક ભંડારીને પોલીસ ડરાવવા લાગી હતી. જેથી તેઓ ખુદ જુનાગઢ દોડી આવ્યા હતા. અધિકારીઓને મળતા તેમને નિવેદન અને દસ્તાવેજોના નામે પરેશાન કરી મુક્યા અને આખરમાં એએસઆઇ દિપક જગજીવનભાઈ જાનીએ વ્યવહારની વાત કરી હતી. કાર્તિક ભંડારીએ ૨-૩ લાખ રૂપિયા આપવાની વાત કરતાં પીઆઇ એ. એમ. ગોહિલ અને એએસઆઇ દિપક જાનીએ ૨૫ લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. આ રકમ આપવા માટે કાતક ભંડારી તૈયાર નહીં હોવાથી તેમણે મિત્રની મદદથી ડીઆઈજી નિલેશ જાજડીયાનો સંપર્ક કર્યો અને સમગ્ર હક્કિત રજૂ કરી દીધી હતી.