ગુજરાત બજેટ: દીકરીઓ માટે નવી જાહેરાત,૧૨૫૦ કરોડની જોગવાઇ

ગાંધીનગર,ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરૂવારથી શરૂ થઈ ગયુ છે. ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈ આજે ત્રીજી વખત ૨૦૨૪-૨૫ ના વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કર્યું છે નાણાપ્રધાન કનુભાઇ દેસાઈએ આ વખતે દીકરીઓના અભ્યાસ માટે ‘નમો સરસ્વતી યોજના’ અને ‘નમો લક્ષ્મી યોજના’ની જાહેરાત કરી છે.

જેમા નાણાપ્રધાન કનુભાઇ દેસાઈએ આ યોજના અંગે જણાવતા કહ્યુ છે કે, નમો લક્ષ્મી યોજનાથી ધોરણ ૯ થી ૧૨ માં કન્યાઓનો પ્રવેશ વધશે. આ યોજના માટે આગામી વર્ષમાં રૂ ૧૨૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે ઉચ્ચતર માયમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મયમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૧માં રૂ ૧૦ હજાર અને ધોરણ ૧૨ માં રૂ ૧૫ હજાર મળી કુલ ૨૫ હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાષક બે લાખથી વધી પાંચ લાખ થવાની ધારણા છે આ યોજના માટે આવતા વર્ષે અંદાજે રૂ ૪૦૦ કરોડનો ખર્ચ થશે

શિક્ષણમાં રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ કે એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન તકનીકો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે.વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માયમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મયમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-૧૧માં ૧૦ હજાર રુપિયા અને ધોરણ-૧૨ માં ૧૫ હજાર રુપિયા મળી કુલ ૨૫ હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાષક ૨ લાખથી વધી ૫ લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે ૪૦૦ કરોડ રુપિયાનો ખર્ચ થશે.