ગોધરા,
ગોધરા-વડોદરા હાઈવે રોડ ઉપર કોઠી સ્ટીલ ચોકડી પાસેના વળાંકમાં ડામર રોડ ઉપર કોઈ ટેકનીકલ ખામી અથવા પુરઝડપે જતાં વાહનો સ્પીડ કંટ્રોલ નહિ કરી શકવા તે લઈ અવાર-નવાર અકસ્માતોની ધટના સામે આવી રહી છે. ત્યારે હાઈવે રોડ ઉપર ગોન્દ્રા ચોકડી થી તૃપ્તી હોટેલ સુધીના ગાળામાં સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તે જરૂરી છે. જો આ રોડ ઉ5ર સ્પીડ બ્રેકર બનાવવામાં નહિ આવે તો ભવિષ્યમાં મોટો અકસ્માત અને જાનહાનિ થાય તે નકારી શકાય નહિ.
ગોધરા-વડોદરા હાઈવે રોડનું સિવિલ હોસ્પિટલ થી તૃપ્તી હોટલ ચોકડી સુધીના ડામર રોડનું રીસરફિસીંગનું કામ વર્ષ 2021માં કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ઉનાળાની સીઝનમાં બી.સી. પેન્ટીંગની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાંં પ્રોપર સ્પ્રેગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સ્પે્રગન ખામી વાળી હોવાને લઈ બી ટુમીનનો વધારો પ્રમાણમાં સ્પે્ર થતો હતો. કોન્ટેટી કરતાં વધારે ડામરનો વેડફાટ હોવાને લઈ રોડની 70 ટકા ભાગ લપસણી થઈ ગયેલ ચોકકસ સ્પીડમાં જતા વાહનોના ટાયર અને રોડની સરફેસમાં બોન્ડીંગ આવવાથી વાહનો ક્ધટ્રોલ બહાર જતાં રહેતા ગંભીર અકસ્માતના બનાવો બની રહ્યા છે. વડોદરા હાઈવે ચિખોદ્રા ચોકડી પાસે અવાર-નવાર એસ.ટી.બસના ચાલકો સ્ટીયરીંગ પરના કાબુ ગુમાવી દેવાને લઈ એસ.ટી.બસ ખાડામાં ઉતરી જવાના બનાવો બની ચુકયા છે. રક્ષાબંધનના પર્વએ ચિખોદ્રા ચોકડી પાસે બસથી 7 જેટલા મુસાફરો રાહ જોઈ રહ્યા હતા. ત્યારે એસ.ટી.બસને ઉભી રાખવાનો હાથ કરતાં એસ.ટી.બસ ઉભી રાખવાના પ્રયાસ દરમિયાન એસ.ટી.બસના ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતાં રોડ સાઈડમાં ઉભેલ મુસાફરોને અડફેટમાં લઈ ત્રણ વ્યકિતને ઇજાઓ પહોંચાડી હતી. સદ્દનસીબે જાનહાનિ ટળી હતી. ત્યારે ચિખોદ્રા ચોકડી થી તૃપ્તી હોટલ સુધી થતાં અકસ્માતો અટકાવવા માટે રોડ ઉપર સ્પીડ બ્રેકર મુકવામાંં આવે તો ઓવર સ્પીડ જતાં વાહનોની ગતિ ધીમી થાય અને આવા અવારનવાર બનતા અકસ્માતોની ધટના બંધ થાય તેમ લાગી રહ્યું છે. આજ રોજ ચિખોદ્રા ચોકડી થી તૃપ્તી હોટલ પાસે અડધા કલાકમાં બે અલગ- અલગ એસ.ટી.ના ચાલકોએ પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી આગળ ચાલતી કારોને પાછળ થી ટકકર મારી નુકશાન કર્યું હતું. અવાર-નવાર વડોદરા હાઈવે ચિખોદ્રા પાસે અવાર-નવાર અકસ્માતની ધના જોતાં બસના ચાલકો આટલા વિસ્તારમાં ગતિ ધીમી રાખે તો અકસ્માતની ધટના ટાળી શકાય છે.