- ગુજરાત યાત્રી નિવાસ માટે ૧૦ કરોડની જોગવાઈ
ગાંધીનગર, આજે ગુજરાતનું ૨૦૨૪-૨૫ના વર્ષ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ સમયે ગુજરાતના બજેટમાં અયોધ્યાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અયોધ્યા માં ગુજરાતી યાત્રી ભવન બનાવવા માટેની જમીન મેળવી લેવામાં આવી છે. આ સાથે બજેટમાં એમ પણ કહેવામાં આવ્યું કે ગુજરાત યાત્રી નિવાસ માટે ૧૦ કરોડની જોગવાઈ કરી છે. જેનાથી અનેક ગુજરાતી પ્રવાસીઓને મોટો ફાયદો થશે. આ સિવાય પ્રવાસી યાત્રીઓ માટે અનેક મોટા શહેરોથી ડાયરેક્ટ ફ્લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો જાણો શું છે વ્યવસ્થા અને ક્યાંથી મળશે ફ્લાઈટ .
રામમંદિરના ઉદ્ઘાટન બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે દેશભર માંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. અયોધ્યા પહોંચવા માટે એર કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક મહત્વનું પગલું ભરવા જઈ રહ્યું છે. અયોધ્યામાં યાત્રાળુઓના આગમનની સુવિધા માટે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય ૧ ફેબ્રુઆરી ૨૦૨૪થી ૮ નવા ફ્લાઈટ રૂટ શરૂ કરવા માટે તૈયાર છે. નવા ફ્લાઈટ રૂટ અયોધ્યાને દિલ્હી, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, પટના, દરભંગા, મુંબઈ અને બેંગલુરુ સાથે જોડશે.
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું કે, અયોધ્યા જતા યાત્રિકોને સબસીડી આપવામાં આવશે. જેના માટે ટૂંક સમયમાં સરકાર નિર્ણય કરશે. આ સાથે જ તેમણે કહ્યું કે, સૌ લોકોમાં રામચંદ્રનો દર્શન કરવાનો ઉત્સાહ છે. તે માટે સરકાર વિવિધ એક પછી એક વ્યવસ્થા કરશે.
શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય કાર્યક્રમ માટે અયોધ્યામાં સીતા રસોઇ ચલાવવામાં આવી રહી છે. ભગવાન શ્રી રામના દર્શન માટે આવતા ભક્તોને સીતા રસોઈમાં પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. તેમજ અયોધ્યા માં સીતા રસોઇ રામમંદિરના ભક્તોને ભોજન કરાવી રહી છે. ૨૨ જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે.
આ પવિત્ર સ્થાનનું નિર્માણ રામજન્મભૂમિથી વધારે દૂર નથી કરવામાં આવ્યું. હવે આ એક મંદિર પણ છે જેની અંદર ઘણી બધી જોવાલાયક વસ્તુઓ છે. આ ભૂગર્ભ રસોડું તે બે રસોડામાંથી એક છે જે દેવી સીતાનું નામ ધરાવે છે. સીતા રસોઈ સદીઓ જૂનું રસોડું માનવામાં આવે છે જેનો ઉપયોગ દેવી સીતા પોતે કરતા હતા. તે અયોધ્યાના રાજકોટમાં રામજન્મભૂમિની ઉત્તર-પશ્ચિમ દિશામાં આવેલું છે. આ સીતા રસોઈનું ઐતિહાસિક મહત્વ છે. મંદિરના બીજા છેડે ભગવાન રામ, તેમના ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુધ્ન અને તેમની પત્નીઓ સીતા, ઉમલા, માંડવી અને શ્રુતકીતની ભવ્ય પોશાકવાળી અને અલંકૃત મૂર્તિઓ છે. દેવી સીતા, જેમને ઘણી-ઘણીવાર દેવી અન્નપૂર્ણા પણ કહેવામાં આવે છે, તેઓ ભોજનના દેવી તરીકે પણ પૂજનીય છે. આ ભાવનામાં મંદિર મફત ભોજન આપીને આ પરંપરા ચાલુ રાખે છે. સીતા રસોઈ સદીઓ જૂનું રસોડું માનવામાં આવે છે જેનો ઉપયોગ દેવી સીતા પોતે કરતા હતા.