નવીદિલ્હી, હવે તો આંતર રાષ્ટ્રીય મુદા કોષ (આઈએમએફ)ના મેનેજમેન્ટ ડિરેકટર ક્રિસ્ટાલીના જોર્જીવાએ પણ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત ૨૦૨૭ સુધીમાં એક વિક્સીત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય હાંસલ કરી લેશે તેમણે જણાવ્યું હતું કે ભારતની આથક પ્રગતિનો આધાર છેલ્લા વર્ષોમાં તેના સુધારાના લક્ષ્યો પર ટકી રહેવાનો છે. છેલ્લા વર્ષોમાં ઉઠાવાયેલા સુધારાત્મક પગલા પર છે.
તેમણે જણાવ્યું છે કે ભારત વૈશ્ર્વિક અર્થ વ્યવસ્થામાં એક ચમક્તો સિતારો છે અને આગળ પણ રહેશે. અમે ૨૦૨૪ માં ભારતીય વિકાસનાં અનુમાનોને ૬.૫ ટકા સુધી અપગ્રેડ કરી રહ્યા છીએ અને આ ૨૦૨૩ માં ભારતીય અર્થ વ્યવસ્થાનાં ઘણા મજબુત પ્રદર્શનનાં કારણે કરાયું હતું. જોર્જીવાએ જણાવ્યું હતું કે ભારતની ખૂબ જ મોટી ઉપલબ્ધી ડીઝીટલ પાયાગત માળખુ ડીઝીટલ આઈડીની સાથે ડીઝીટલ મોરચા પર કરવામાં આવેલુ સાહસીક કાર્યં અને ડીઝીટલને ભારતની તાકાત બનાવવાનાં મામલામાં છે.
તેમણે જણાવ્યું હતું કે અમે ભારતમાં એ પણ જોઈ રહ્યા છીએ કે શ્રમ બજારોમાં મહિલાઓની ભાગીદારી અપુરતી છે મને લાગે, છે કે વડાપ્રધાન મોદીએ ભારતીય મહિલાઓ પર દાવ લગાવીને અને અર્થ વ્યવસ્થામાં તેમની ભાગીદારી માટે વધુ સંભાવનાઓ ખોલીને ખરૂ કર્યું છે.જોર્જીવાએ કહ્યું હતું કે ભારતીય નાણામંત્રી વચગાળાના બજેટ મુજબ સરકાર ભારતને ૨૦૪૭ સુધીમાં વિક્સીત-ભારત બનાવવા માટે કામ કરી રહી છે અને આ વિકાસ એક્તરફી અને સર્વ સમાવેશી હશે.