નિર્ણય સાવ ખોટો છે, અમારી બાજુ સાંભળવામાં આવી નથી,હવે જમિયત સુપ્રીમ કોર્ટમાં જશે

નવીદિલ્હી, દેશના મુસ્લિમોના સૌથી મોટા સમુદાય જમિયત ઉલેમા-એ-હિંદે જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષ વતી દિલ્હીમાં પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. જેમાં જમિયતના અધિકારીઓએ કહ્યું છે કે તેઓ આ મામલાને સુપ્રીમ કોર્ટમાં લઈ જશે. કોર્ટનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. અમારી બાજુ સાંભળવામાં આવી ન હતી.

જમીયતના અધિકારીઓએ વધુમાં કહ્યું કે આઝાદી પછી અત્યાર સુધી મુસ્લિમો કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વર્તમાન સમયમાં જે રીતે વિવિધ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. આના પરથી લાગે છે કે કાયદાનું રક્ષણ કરતી અદાલતોમાં આ પ્રકારની લવચીક્તા સર્જાઈ છે, જેના કારણે ધામક સ્થળો પર કબજો કરનારાઓની હિંમત વધી છે.