મુંબઇ, શેરબજાર પર બજેટની સીધી અસર થઈ છે. પ્રમુખ ઈંડેક્સની સવારે પોઝિટિવ શરૂઆત થઈ હોવા છતાં ક્લોઝિંગ સમયે માર્કેટ લાલ નિશાની પર બંધ થયું. સેંસેક્સ ૧૦૬ પોઈન્ટ ઘટીને ૭૧૬૪૫ પર બંધ થયું જ્યારે નિફ્ટી ૨૮ અંકોનાં ઘટાડા બાદ ૨૧૬૯૭ પર બંધ થયું. તેજીની આશામાં રોકાણકારોનાં ૩૫ હજાર કરોડ ડૂબી ગયાં.
બજારમાં સૌથી વધારે મીડિયા, ફાર્મા, રિયલ્ટી હેલ્થ કેર સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો. જ્યારે સરકારી બેંક, એફએમસીજી અને ઓટો સેક્ટરમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો. ગઈકાલે સેંસેક્સ ૬૧૨ અંક નીચે પળ્યું હતું. મારુતિ સુઝુકી, સિપ્લા, ઈચર મોટર્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન નિટીનાં ટોપ ગેનર રહ્યાં. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ એલએન્ડટી નિફ્ટીના ટોપ લૂઝર્સ રહ્યાં.
સેક્ટરલ ફ્રંડની વાત કરીએ તો આજે સેક્ટરમાં કન્ફ્યૂઝ માહોલ જોવા મળ્યો. બેંક, ઓટો,એફએમસીજી પાવર સેક્ટર ૦.૩% થી ૦.૮%નાં વધારા સાથે બંધ થયાં જ્યારે કેપિટલ ગુડ્સ, મેટલ અને રિયલ્ટી ઈંડેક્સમાં આશરે ૧% નો ઘટાડો જોવા મળ્યો.