કુંડળી મેળાપક સમયે ગુણની સાથે ગ્રહોની સ્થિતિ ચકાસો

દરેક મા-બાપ એવું ઇચ્છતા હોય છે કે પોતાના સંતાનને (દીકરો કે દીકરી) યોગ્ય પાત્ર, જીવનસાથી મળે અને તેમનું જીવન સરળ, નિર્મળ અને શાંતિમય પસાર થાય અને આ ઇચ્છાને ખરેખર સાકાર કરવી હોય તો જ્યોતિષનો સહારો સાવધાન થઈને લેવો. કારણ કે નાની અમથી ભૂલ તમારા સંતાનના જીવનને દોહ્યલું બનાવી દે છે!

આ માટે કુંડળી મેળાપકનો આગ્રહ જરૂરી છે. તેમાં નાડી, વર્ગ, વર્ણ, ગણ, તારા, યોનિ, ગ્રહ, મૈત્રી, રાશિ ષડાષ્ટક અને મંગળદોષ જેવી બાબતો લગદ્ઘજીવન પર અસર કરતી હોય છે. એ અંગેની ચર્ચામાં સૌપ્રથમ વર્ગની વાત કરું તો, પતિ અને પત્નીમાં એકનો વર્ગ મૂષક હોય અને બીજાનો માર્જાર હોય તો સમગ્ર જીવન બંને વચ્ચે ઉંદર અને બિલાડી જેવું વીતે. માની લો કે ૩૬માંથી ૩૬ ગુણ મળતા હોય પણ જીવનસાથીના અવગુણ જાણવા માટે ગુણ મેળાપકમાં કોઈ વ્યવસ્થા નથી.

હા, કુંડળીનો અભ્યાસ કુંડળી મેળાપક વખતે જ્યારે થાય છે ત્યારે કુંડળીના અમુક ગ્રહોને તપાસી જ્યોતિષાચાર્ય જાતકને જાણકારી આપી શકે. લેકિન-ક્તિું-પરંતુ અનુભવે જણાયું છે કે એ વખતે પ્રેમમાં પાગલપન, અન્ય પાત્રની આથક બાબત, વિદેશમાં વસવાટ વગેરે લોભમાં જ્યોતિષાચાર્યની વાતને મહત્ત્વ અપાતું નથી. દા.ત. જન્મકુંડળીમાં શુક્ર-ચંદ્રની યુતિ હોય તો આવા જાતકો સ્વભાવે લાગણીશીલ અને પોતાના જીવનસાથી ઉપરાંતની કોઈપણ વ્યક્તિ તરફથી સહેજ લાગણીનો અહેસાસ મળતાંની સાથે ઢળી પડતા હોય છે. આ યોગ જીવનસાથી પ્રત્યે અન્યાયનો માહોલ પેદા કરે છે.

જન્મકુંડળીમાં શુક્ર અને રાહુની યુતિ હોય તો પણ લગદ્ઘજીવન મૃત્યુસમાન પીડા ભોગવે છે એવું નિરીક્ષમ છે. એ જ રીતે શુક્ર સાથે મંગળની યુતિ કે પ્રતિયુતિ પણ જાતકને એક કરતાં વધારે જાતિય સંબંધો તરફ આકષત કરે છે, જે સાંસારિક જીવનમાં આગ લગાડે છે. તો – સામેના પાત્રની કુંડળીમાં માત્ર ગુણ જોવા નહીં, આવા ગ્રહયોગ પણ જોવાનું તમારા જ્યોતિષ માર્ગદર્શકને કહેવું.

એ જ રીતે જો કન્યાની કુંડળીના દસમા સ્થાનમાં મંગળ-શનિ-રાહુ-કેતુ જેવા ગ્રહો હોય તો સાસુ ભારેખમ અને કડક હશે. એ જ પ્રમાણે દીકરીની કુંડળીના દસમા સ્થાનમાં ક્રૂર ગ્રહો હોય તો સસરાનું સુખ ઓછું મળે. પણ જો કુંડળી મેળાપક સમયે આ સ્થાનનો વિચાર કરીને – દસમા કે ચોથા સ્થાનમાં કન્યાની કુંડળીમાં ક્રૂર ગ્રહો હોય તો છોકરાની કુંડળીમાં પણ એ સ્થાનમાં ક્રૂર ગ્રહો હોય તો મેળ સારો રહે.

કુંડળી મેળાપક સમયે નાડીદોષ પણ એક અગત્યનો મુદ્દો છે. જો વર અને કન્યા બંનેની કુંડળીમાં નાડીદોષ જોવા મળે તો આગળ વધવું હિતાવહ નથી, અથવા તો બંને પાત્રની ઇચ્છા હોય, લવમેરેજ જેવી બાબત હોય, બંને કુટુંબ ઓળખતા હોય તો આગળ વધવા માટે એક વિધિની આવશ્યક્તા રહે છે. અન્યથા સંતાન સંબંધિત સમસ્યા ઊભી થવાની સંભાવના રહે છે. જરૂરી નથી કે નાડીદોષના તમામ કિસ્સામાં આવું બને પરંતુ અભ્યાસ પરથી કહી શકાય કે પ્રશ્ર્ન ઊભો થાય છે.

લગદ્ઘજીવન એટલે ભવોભવનો સાથ, પૂરી જિંદગી બંને પાત્રોએ સાથે જીવન પસાર કરવાનું હોય છે, એટલે માત્ર મંગળદોષ કે નાડીદોષ નહીં પણ અન્ય બાબતો જોવાય તો સામેના પાત્ર વિશે જાણકારી મળે. જેમ કે મંગળ સાથે રાહુ હોય તો જાતકને વ્યસની બનાવે, પેટના રોગ આપે. મંગળ અને શુક્ર હોય તો જાતકને અય્યાશી અને વિલાસ તરફ લઈ જાય. મંગળ-શનિ હોય તો જાતક જિદ્દી અને માથાભારે હોય.

તો… સુખી સંસાર જીવવા અને માણવા માટે કુંડળી અભ્યાસ જરૂરી છે, તેમાં માત્ર કેટલા ગુણો મળે છે તે મહત્ત્વનું નથી, અન્ય ગ્રહોની યુતિ જોઇ, વિચારીને આગળ વધાય તો લગદ્ઘજીવન મધુર બને!