ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બાદ ફેબ્રુઆરી મહિનાની ૧૦ મી તારીખે વડોદરા ખાતે આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપશે અને સંમેલનને સંબોધિત કરશે તે નોંધવું જરૂરી છે કે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આદિવાસી વિસ્તારમાં પ્રવેશે તે પહેલા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
લોક્સભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે અને લોક્સભાની તમામા ૨૬ બેઠકો ભાજપના કબજામાં કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં પણ ભાજપે તમામ ૨૬ બેઠકો પાંચ લાખના માજનથી જીતવા માટેનો નિર્ધાર કર્યો છે. ત્યારે આદિવાસીઓ વિસ્તારો પર ભાજપે વધુ યાન કેન્દ્રિત કર્યું છે. આગામી ૧૦મી ફેબ્રુઆરીએ વડોદરામાં આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આદિવાસી સંમેલનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે. ભાજપ દ્વારા લોક્સભાની ચૂંટણીમાં ૪૦૦ સીટનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે. ત્યારે વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ ફેબ્રુઆરીએ આદિવાસી સંમેલનને સંબોધન કરવા માટે આવી રહ્યા છે. તે માટે શહેર ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ સંમેલનની જગ્યાએ ભાજપના હોદ્દેદારોએ ગ્રાઉન્ડ નિરીક્ષણ કર્યું હતું.સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેર ભાજપ દ્વારા ૧૦ ફેબ્રુઆરીના રોજ પશ્ર્ચિમ બેલ્ટનું આદિવાસીઓનું વિશાળ સંમેલન યોજવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. તે માટે વડોદરા શહેરની બાયપાસ નેશનલ હાઇવે અડીને આવેલી પાંજરાપોળની ૧૬૦ વિઘા જમીનમાં આદિવાસીઓનું વિશાળ સંમેલન યોજાશે. જેને લઈ તાજેતરમા સથળ નિરીક્ષણ કરવા માટે સાંસદ રંજન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, મેયર પિક્ધીબહેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ધારાસભ્યો મનિષા વકીલ, કેયુર રોકડીયા, વડોદરા કોર્પોરેશનના સ્થાયી સમિતીના અયક્ષ ડો. શિતલ મિી, વડોદરા પાંજરા પોળની જગ્યાના મંત્રી રાજીવ શાહ સહિત પાલિકાના હોદ્દેદારો પહોંચ્યા હતા.
આગામી લોક્સભાની ચૂંટણીને યાનમાં લઇ સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ અલગ મોરચા સાથે બેઠક કરવાના છે. વડોદરામાં આદિવાસી સમાજની પશ્ર્ચિમ વિસ્તારની સમગ્ર દેશની બેઠકનું આયોજન વિચારાઇ રહ્યું છે. ૫૦ હજાર લોકોને બહારથી લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટે ટેન્ટ સિટી બનાવવાનું પણ આયોજન છે. આ ઉપરાંત રાજ્યમાં વસતા વિવિધ જિલ્લાના આદિવાસીઓને સંબોધન કરવામાં આવશે અંદાજ મુજબ બે લાખ આદિવાસીઓ ને વડોદરા ખાતે એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે આ માટે વિવિધ નેતાઓને જવાબદારીની સોપણી કરી દેવામાં આવી છે.