ગુજરાતનું વર્ષ 2024-25નું બજેટ રજૂ : ઇતિહાસનું સૌથી મોટું બજેટ.

આજે વિધાનસભામાં ગુજરાતનું વર્ષ 2024-25નું બજેટ રજૂ થયું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈ લાલ પોથીની જગ્યાએ બ્લેક કલરની બ્રીફકેસ સાથે વિધાનસભા પહોંચ્યા હતા. કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે, જેમાં 2047નો રોડમેપ નક્કી કર્યો છે. ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાતનાં સપનાં સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતનું આ વર્ષના બજેટનું કદ 3 લાખ 32 હજાર 465 કરોડનું છે. ગત વર્ષની સરખામણીમાં 31 હજાર 444 કરોડના વધારા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગત વર્ષ કરતાં આ વર્ષે બજેટમાં 11 ટકા વધારો કરાયો છે. ગુજરાતના દરેક નાગરિક માટે LIving Well and Earning well (સારી રીતે જીવો અને સારી કમાણી કરો)ના સૂત્ર સાથે Viksit Gujarat@2047ના વિઝનને સાકાર કરવાનો ઉદ્દેશ છે.

2047 સુધી ગુજરાતની અર્થ વ્યવસ્થા 3.5 ટ્રિલિયન કરવાનું લક્ષ્યનવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે, કનુભાઈએ જણાવ્યું હતું કે અમારા માટે સરકાર માટે સુશાસન એટલે રામરાજ્ય, રાજ્યમાં નવી 2500 બસ શરૂ કરવામાં આવશે. 2047 સુધી ગુજરાતની અર્થ વ્યવસ્થા હાલની 0.28 ટ્રિલિયન યુએસ ડોલરથી 3.5 ટ્રિલિયન કરવાનું લક્ષ્ય છે. બજેટમાં સામાજિક સુરક્ષા, માનવસંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથના પાંચ સ્તંભ છે. નમો સરસ્વતી યોજનામાં સાયન્સમાં અભ્યાસ કરતી ગરીબ-મધ્યમવર્ગની વિદ્યાર્થિનીઓને ધો.11માં 10 હજાર, ધો.12માં 15 હજાર સહાય આપવામાં આવશે.

મહાનગર પાલિકામાં નાણાં ક્યાંથી આવશે? ક્યાં જશે?
ગુજરાત 2047ની દિશામાં આગળ વધે છે. ત્યારે હાલ 50 ટકા શહેરીકરણ છે. આવનારા સમયમાં 2047 સુધી આ અંદાજ 70થી 75 ટકા થઈ શકે છે. હાલ શહેરી વિસ્તારનું મેનેજમેન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની બાબતોના આયોજન જરૂરી છે જેથી વ્યવસ્થા સારી થઈ શકે. નગરપાલિકા કરતા મહાનગર પાલિકાનું માળખું મજબૂત છે. રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ વેરામાં ફેરફારની દરખાસ્ત નથી કરવામાં આવી. કેન્દ્ર, રાજ્ય અને લોકલ બોડીના એમ 3 પ્રકારના વેરા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે વેરામાં ફેરફાર નથી કર્યો પણ લોકલ બોડી વેરામાં ફેરફાર કરી શકે છે. એટલે વેરા વધશે કે ઘટશે એ અહીંથી કહી શકાય નહિ.

રાજવિત્તીય સૂચકાંકો

  • નાણાકીય વર્ષ 2024-25 માટે રૂપિયા 9821 કરોડની મહેસૂલી પૂરાંત જાળવી રાજ્યએ એક દાયકા કરતાં વધુ સમયથી મહેસૂલી પૂરાંત હાંસલ કરવાનો દોષરહિત ટ્રેક રેકોર્ડ જાળવી રાખ્યો છે.
  • GSDPના 3%ના લક્ષ્ય સામે રાજકોષીય ખાદ્ય 1.86.%થી નીચે રાખવામાં આવી છે.
  • GSDPના 27.1%ના લક્ષ્ય સામે જાહેર દેવુ 15.27% જેટલું નીચુ રાખેલ છે.

બજેટ સારાંશ

  • નાણાકીય વર્ષ 2024-25 માટે 3.32 લાખ કરોડ રૂપિયાનું અંદાજપત્ર ગત વર્ષની સરખામણીમાં 31,444 કરોડનો વધારો સૂચવે છે.
  • નાણાકીય વર્ષ 2011-12થી 2024-25 દરમિયાન અંદાજપત્રનું કદ વાર્ષિક સરેરાશ 11.5%ના દરે વધ્યું છે.
  • ગુજરાતના દરેક નાગરિક માટે ”Living Well and Earning Well”ના સુત્ર સાથે Viksit Gujarat @2047ના વિઝનને સાકાર કરવાનો ઉદ્દેશ્ય.
  • અર્થતંત્રને પ્રોત્સાહન-મુડી ખર્ચ 10.9% વધીને રૂ.1,08,615 કરોડ.
  • રાજ્યનું વિઝન 5G ગુજરાત બનવાનું છે જેનો અર્થ થાય છે (ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત, ગતિશીલ ગુજરાત.)
  • બજેટનો ઉદ્દેશ્ય GYAN(ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ) પર ભાર આપી સર્વસમાવેશક વિકાસ અને સુમેળભર્યા સમાજને બળ આપવાનો છે.

માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 384 કરોડની જોગવાઈ

  • રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓને લગતી માહિતી સામાન્ય લોકોને સરળતાથી મળી રહે તે માટે તમામ વિગતો મલ્ટી મીડિયા ફોર્મેટમાં એક જ પોર્ટલ પરથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • 25 થી 60 વર્ષ વચ્ચેની વયના માન્ય પત્રકારોને “સામુહિક જૂથ વીમા” યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુના કિસ્સામાં 1 લાખથી વધારીને 2 લાખ તથા અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં 5 લાખથી વધારીને 10 લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવશે.

સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ 2239 કરોડની જોગવાઇ

  • વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી. અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે 1310 કરોડની જોગવાઇ.
  • યોજનાઓના નિર્ધારણ, અમલીકરણ અને ગુણવત્તાલક્ષી ફેરફારો માટે મૂલ્યાંકન કરવા માટે 3 કરોડની જોગવાઇ.

મહેસૂલ વિભાગ માટે કુલ 5195 કરોડની જોગવાઇ

  • કપરાડા, બાવળા અને અંજાર ખાતે નવી મામલતદાર કચેરીઓના નિર્માણ સહિત અન્ય કલેક્ટર, પ્રાંત કચેરીઓ, ક્વાટર્સના બાંધકામ માટે 183 કરોડની જોગવાઇ.
  • સબ રજીસ્ટ્રાર કચેરીઓનું સંપૂર્ણ નવિનીકરણ કરવામાં આવશે. જેમાં બાંધકામ, ઓનલાઇન આઇ.ટી. વ્યવસ્થા, CCTV કેમેરા તેમજ નાગરિકો માટેની યોગ્ય સગવડો ઉભી કરવા માટે 39 કરોડની જોગવાઇ.
  • મહેસૂલી કામગીરીનો વ્યાપ વધતા, નાગરિકોને ગુણવત્તાયુક્ત અને ઝડપી સેવાઓ પૂરી પાડવા મહેસૂલ વિભાગ હેઠળ વિવિધ સંવર્ગોની અંદાજે 400 નવી જગ્યાઓ ઉભી કરવા 18 કરોડની જોગવાઇ.
  • સરકારી જમીન પરના દબાણો અટકાવવાના હેતુથી ફેન્સિંગ/સાઇન બોર્ડની કામગીરી માટે 13 કરોડની જોગવાઇ.

કાયદા વિભાગ માટે કુલ 2559 કરોડની જોગવાઇ

  • વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે 211 કરોડની જોગવાઇ.
  • ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેઠાણના મકાનો માટે 125 કરોડની જોગવાઇ.
  • હાઇકોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજયની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિઝિટાઇઝેશન માટે 20 કરોડની જોગવાઇ.
  • જનસંખ્યાના આધારે તાલુકાઓના ક્લસ્ટર (સમુહ) દીઠ એક ફેમિલી કોર્ટ મળી રહે તે રીતે 80 જેટલી નવી ફેમિલી કોર્ટ સ્થાપી તેમાં જરૂરી મહેકમ ઉભું કરવા 5 કરોડની જોગવાઈ.
  • રાજ્યના વકીલોના કલ્યાણ માટે ગુજરાત રાજ્ય બાર કાઉન્સીલને સહાય આપવા 5 કરોડની જોગવાઈ.
  • તમામ ટ્રીબ્યુનલોને નવતર ટેકનોલોજીથી સુસજ્જ કરી Virtual/hybrid માધ્યમથી સુનાવણીની સુવિધા ઉભી કરવા માટે 5 કરોડની જોગવાઇ.

ગૃહ વિભાગ માટે કુલ 10,378 કરોડની જોગવાઇ

  • શહેરોમાં CCTV કેમેરા લગાડવાની યોજના હેઠળ VISWAS Project માટે 120 કરોડની જોગવાઈ.
  • પોલીસ ખાતાના રહેણાંક/બિન રહેણાંક મકાનોના મજબૂતીકરણ અને તેની ગુણવત્તા ઊંચી લઇ જવા માટે 115 કરોડની જોગવાઇ.
  • જનરક્ષક વાહન દ્વારા ત્વરિત પોલીસ સહાય પહોંચાડવાની યોજના માટે 94 કરોડની જોગવાઇ.
  • શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઉભી કરવા માટે 69 કરોડની જોગવાઇ.
  • અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટેની સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની 1000 નવી જગ્યાઓ ઉભી કરાશે. આ યોજના માટે 57 કરોડની જોગવાઇ.
  • આઇ.ટી. સાધન સામગ્રીની ખરીદી માટે 38 કરોડની જોગવાઇ.
  • પોલીસ માટે આધુનિકીકરણ યોજના હેઠળ શસ્ત્રો, સંદેશા વ્યવહારના સાધનો, સિક્યુરિટી-સર્વેલન્સ, તાલીમ અને હોમગાર્ડ માટેની સાધન સામગ્રીની ખરીદી માટે 30 કરોડની જોગવાઇ.
  • SRPF Group-2, અમદાવાદ અને SRPF Group-11, વાવ ખાતે સ્પેશીયલ એક્શન ફોર્સ (SAF) વિકસાવવામાં આવશે. આ હેતુસર 25 કરોડની જોગવાઇ.
  • ગ્રામ્ય સુરક્ષા કવચ અંતર્ગત 200 આઉટપોસ્ટ અપગ્રેડ કરી PSIને મૂકવામાં આવશે. આઉટપોસ્ટ ખાતે નવી જગ્યાઓ તેમજ માળખાકીય સગવડો માટે 18 કરોડની જોગવાઇ.
  • ઓનલાઇન ફાઇનાન્‍સિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમ ઉકેલવા TRISHUL યોજના અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ખાતે નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા 15 કરોડની જોગવાઇ.

પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન

  • પ્રવાસન પ્રભાગના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા 2098 કરોડની જોગવાઇ​​​​​​​
  • આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે હાલ 200 કરોડના કામ પ્રગતિ હેઠળ.
  • સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, અસારમાં બીચ (માંડવી, કચ્છ), મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 30 કરોડની જોગવાઇ.
  • નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટની સફળતાથી પ્રેરાઇને રાજ્યના સમુદ્ર સીમાદર્શનના વિકાસ માટે ચૌહાણનાલા, કોરીક્રિક વિસ્તાર વગેરે માટે 145 કરોડના આયોજન પૈકી 40 કરોડની જોગવાઇ.
  • અંબાજી, વાંસદા, કોટેશ્વર વગેરે જેવા વિવિધ સ્થળોએ જંગલસફારી તેમજ ઈકો ટુરિઝમની કામગીરીના વિકાસ માટે 170 કરોડના આયોજન પૈકી 45 કરોડની જોગવાઇ.
  • અયોધ્યાધામ ખાતે ગુજરાત યાત્રી નિવાસ માટે 50 કરોડના આયોજન પૈકી 10 કરોડની જોગવાઇ.
  • જિલ્લાના મહત્વના પ્રવાસી સ્થળોએ સુવિધાઓ પૂરી પાડવા માટે 100 કરોડના આયોજન પૈકી 30 કરોડની જોગવાઇ.
  • જુદા જુદા સ્થળો ખાતે રોકગાર્ડન, સ્ક્લ્પચર, સ્કાય વોકના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 80 કરોડની જોગવાઇ.
  • ભારત સરકારની પહેલ “ટ્રાવેલ ફોર લાઇફ” ના ઉદ્દેશને પ્રોત્સાહન આપવા, MICE (Meeting, Incentive, Conference, Exhibition) પ્રવાસન તેમજ સસ્ટેનેબલ ટુરિઝમ વિશે જાગૃતિ લાવવા 15 કરોડની જોગવાઇ.
  • જૂનાગઢ ખાતે આવેલ ઉપરકોટના કિલ્લાના રિનોવેશન બાદ પ્રવાસીઓના વિક્રમી વધારાને ધ્યાને લઈ રાજ્યનાં જુદા જુદા મેમોરિયલ તથા લખપત કિલ્લા સહિત અન્ય જુદા જુદા કિલ્લાના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 35 કરોડની જોગવાઇ.
  • ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ તરીકે વિકસાવવાની કામગીરી માટે 480 કરોડનું આયોજન. તે પૈકી 100 કરોડની જોગવાઇ.
  • પાવાગઢ યાત્રાધામના સર્વાંગી વિકાસ અર્થે કુલ 121 કરોડના ખર્ચે પ્રથમ બે તબક્કાની કામગીરી પૂર્ણ થયેલી છે. ત્રીજા અને ચોથા તબક્કામાં કુલ 238 કરોડના ખર્ચે માંચી ચોક, ચાંપાનેર અને વડા તળાવ ખાતે યાત્રાળુલક્ષી સુવિધાઓની કામગીરીનું આયોજન.
  • અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટરપ્લાનિંગ અંતર્ગત વિવિધ કામોનું કુલ 117 કરોડના ખર્ચે આયોજન.
  • શ્રી બહુચરાજી શક્તિપીઠના વિકાસ માટે 71 કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ તેમજ યાત્રાધામનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે આયોજન.
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં અગત્યતા ધરાવતાં પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો ખાતે યાત્રાળુલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા 46 કરોડના ખર્ચે વિકાસ કામોનું આયોજન.
  • વિવિધ ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલા તેમજ સ્થાનિક રીતે ખુબ જ અગત્યતા ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે 79 કરોડની જોગવાઈ.
  • ઉડ્ડયન ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા તથા એર કનેક્ટિવિટી વધારવા નવા એરપોર્ટ/એરસ્ટ્રીપ બનાવવા માટે 25 કરોડની જોગવાઇ.
  • નાના શહેરો/આંતરીક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે એર કનેક્ટિવિટીના ધ્યેય સાથે રાજ્ય સરકારની Viability Gap Funding યોજના હેઠળ 45 કરોડની જોગવાઈ.
  • ભારત સરકારના “ઉડે દેશ કા આમ નાગરીક”ના વિઝન અંતર્ગત ચલાવાતી Regional connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા અન્ય રાજ્યો સાથે જોડવા માટે 40 કરોડની જોગવાઈ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે 150 કરોડની જોગવાઈ.
  • એકતાનગર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટ વિકાસના પ્રોજેક્ટ માટે 300 કરોડની જોગવાઈ.
  • સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર એકતા નગરના પ્રોજેક્ટ માટે 25 કરોડની જોગવાઈ.
  • એકતાનગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનાવવાની સાથોસાથ વીર બાલક ઉદ્યાન બનાવવાનું આયોજન.

ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ 1163 કરોડની જોગવાઇ

  • સોલર રૂફટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે 993 કરોડની જોગવાઈ.
  • સરકારી તેમજ અર્ધ સરકારી કચેરીઓ અને સરકારી રહેણાંકના મકાનો પર OPEX મોડલ હેઠળ 40 મેગાવોટ રૂફટોપ સોલર પ્રોજેક્ટની સ્થાપના અંગેની યોજના માટે 100 કરોડની જોગવાઇ.
  • ગ્રામ પંચાયતોમાં સુધારેલી સ્મશાનભઠ્ઠી સ્થાપવાની યોજના હેઠળ 20 કરોડની જોગવાઇ.
  • ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ જેવી સંસ્થાઓમાં 12 કરોડના ખર્ચે બાયોગેસ પ્લાન્ટની સ્થાપનાનું આયોજન.
  • બેટરી ઓપરેટેડ વાહનોને પ્રોત્સાહન મળે તે હેતુથી વિદ્યાર્થીઓને દ્વિચક્રી વાહનો ખરીદવાની સહાય માટે 9 કરોડની જોગવાઇ.

વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2586 કરોડની જોગવાઇ

  • વનોના વિકાસ, સંરક્ષણ, સંવર્ધન અને વળતર વનીકરણની કામગીરી માટે CAMPA ફંડ સહિત વિવિધ કામો માટે 950 કરોડની જોગવાઇ.
  • વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા માટે 550 કરોડની જોગવાઇ.
  • વન્યપ્રાણીઓની વ્યવસ્થા અને વિકાસ માટે 400 કરોડની જોગવાઇ.
  • વન વિસ્તાર વિકાસ અને ઇકો-રિસ્ટોરેશન કાર્યક્રમ હેઠળ 185 કરોડની જોગવાઇ.
  • ધરોઇ-અંબાજી સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઇકો-રીસ્ટોરેશનની કામગીરી માટે 31 કરોડની જોગવાઇ.
  • મહત્વના પ્રવાસન સ્થળો નજીક નવી સફારીની રચના અને ઇકો-ટુરીઝમ સાઇટના વિકાસ માટે 372 કરોડના ખર્ચે આયોજન. જે પૈકી 17 કરોડની જોગવાઇ.
  • ઇન્દ્રોડા પાર્કના માસ્ટર પ્લાન મુજબ આધુનિકીકરણ અને વિકાસ માટે 20 કરોડની જોગવાઇ.
  • બૃહદ ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓ સાથે સહેલાણીઓને પર્યાવરણથી લગતા બીજા પાસાઓના નિદર્શન થઈ શકે અને તેમના રોકાણનો સમય વધારી સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાના હેતુસર આઇકોનિક બોટનિકલ ગાર્ડન સ્થાપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તે માટે 2 કરોડની જોગવાઇ.
  • પક્ષીઓની સારવાર માટે બિલાસીયા અને બોડકદેવ ખાતે આવેલ કેન્‍દ્રોનાં સુદ્રઢીકરણ અને કરૂણા એબ્યુલન્‍સનો વ્યાપ વધારવા માટે 1 કરોડની જોગવાઇ.
  • દરિયાકાંઠે આવેલ ચેરના વનોનો વિકાસ અને સંવર્ધન કરવા માટે મિષ્ટી યોજના હેઠળ સરક્રિક અને કોરીક્રિક જેવા વિસ્તારોને આવરી લઈ સઘન વનીકરણનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે 7 કરોડની જોગવાઇ.
  • વનીકરણની યોજનાઓના GIS મારફતે સઘન નિરીક્ષણ અને મૂલ્યાંકનના હેતુસર કમાન્‍ડ અને કંટ્રોલ સેન્‍ટરની સ્થાપના માટે 2 કરોડની જોગવાઇ.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 22,194 કરોડની જોગવાઈ

પાક કૃષિ વ્યવસ્થા

  • ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા 701 કરોડની જોગવાઇ.
  • વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સહાય માટે 350 કરોડની જોગવાઈ.
  • રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 218 કરોડની જોગવાઇ.
  • એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા 200 કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત સહાય આપવા માટે 77 કરોડની જોગવાઈ.
  • ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ 81 કરોડની જોગવાઇ.
  • વધુ ઉત્પાદન આપતી સર્ટિફાઇડ જાતોના બિયારણ વિતરણ માટે સહાય આપવાના હેતુસર સીડ રીપ્લેસમેન્ટ રેટ (SRR)માં વધારો કરવા માટે 80 કરોડની જોગવાઈ.
  • કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિવિમાન)ને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે 56 કરોડની જોગવાઈ.
  • ગુજરાત રાજ્યના ખેડૂતોને મીલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય, પ્રચાર પ્રસાર વગેરે માટે 35 કરોડની જોગવાઈ.

પ્રાકૃતિક કૃષિ

  • ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓ મળી કુલ 168 કરોડની જોગવાઇ.
  • પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા 199 કરોડની જોગવાઇ.

બાગાયત

  • સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ બાગાયતી પાકોના વાવેતર, વિવિધ ખેત કાર્યો તેમજ પાક સંગ્રહ માટે 294 કરોડની જોગવાઈ.
  • નવા બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા તથા કાપણી પછીના વ્યવસ્થાપન માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા 160 કરોડની જોગવાઈ.
  • બાગાયતી ખેત પેદાશોના મૂલ્યવર્ધન અને સંગ્રહ માટેની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા 65 કરોડની જોગવાઈ.
  • મસાલા પાકોના સર્ટીફાઈડ બિયારણ, પપૈયા પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવા અને ફળપાકોના જુના બગીચાઓના નવસર્જન માટે 18 કરોડની જોગવાઇ.
  • બાગાયત ખાતાના રોપ ઉછેર કેંદ્રોની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે 15 કરોડની જોગવાઈ.
  • બાગાયતી પાકોના પાંચ નવા સેન્ટર ઓફ એક્સલેન્સ ઊભા કરવા માટે 15 કરોડની જોગવાઈ.
  • આદિજાતિ વિસ્તારોમાં મધમાખી પાલકોને મધમાખીની હાઈવ્સ તથા કોલોની પૂરી પાડવાની યોજના હેઠળ 6 કરોડની જોગવાઇ.

કૃષિ યુનિવર્સિટીઓ

  • રાજ્ય કૃષિ‍ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ‍ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવાના હેતુથી મોરબી અને કચ્છ ખાતે નવીન કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડબ્રહ્મા ખાતે કૃષિ ઈજનેરી મહા વિદ્યાલય ચાલુ કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધન માટે 930 કરોડની જોગવાઇ.
  • પશુપાલન ક્ષેત્રે શિક્ષણ તેમજ સંશોધન કાર્યમાં સંલગ્ન કામધેનુ યુનિવર્સિટી માટે 324 કરોડની જોગવાઈ.

પશુપાલન

  • “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” અંતર્ગત 425 કરોડની જોગવાઈ.
  • ફરતાં પશુ દવાખાના તથા કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સેવાઓ માટે 110 કરોડની જોગવાઈ.
  • ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય પૂરી પાડવા 62 કરોડની જોગવાઈ.
  • ગાભણ તથા વિયાણ થયેલ પશુ માટે ખાણદાણ સહાયની યોજના દ્વારા પશુપાલકોને લાભ આપવા 54 કરોડની જોગવાઈ.
  • સરકારી પશુ-સારવાર સંસ્થાઓ ખાતે વિનામૂલ્યે પશુ-સારવાર ઉપલબ્ધ કરાવવા “મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના” માટે 43 કરોડની જોગવાઈ.
  • પશુધન વીમા પ્રીમિયમ સહાય માટે 23 કરોડની જોગવાઈ.
  • પાડી-વાછરડી ઉછેર યોજના અંતર્ગત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો માટે 11 કરોડની જોગવાઈ.
  • કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા 10 કરોડની જોગવાઈ.

મત્સ્યોધોગ

  • મત્સ્યબંદરો માઢવાડ, નવાબંદર, વેરાવળ 2, માંગરોળ 3 અને સુત્રાપાડાના વિકાસ અને રાજ્યના હયાત મત્સ્ય બંદરો, મત્સ્ય ઉતરાણ કેન્‍દ્રોનું આધુનિકીકરણ, અપગ્રેડેશન, ડ્રેજીંગ જેવી આનુષાંગિક બાબતો માટે 627 કરોડની જોગવાઈ.
  • સાગર ખેડૂઓને હાઈસ્પીડ ડિઝલ વેટ રાહત યોજના માટે 463 કરોડની જોગવાઈ.
  • દરિયાઈ, આંતરદેશીય તથા ભાંભરાપાણીમાં મત્સ્યોદ્યોગના વિકાસ માટે 134 કરોડની જોગવાઈ.

સહકાર

  • ખેડૂતોને બેન્‍કો મારફત 3 લાખ સુધીનું ટૂંકી મુદતનું પાક ધિરાણ કે.સી.સી. મારફત આપવામાં આવે છે. ધિરાણની આ રકમ પર 4% લેખે વ્યાજ રાહત આપવા માટે 1140 કરોડની જોગવાઈ.
  • પશુપાલકો અને માછીમારોને 2 લાખ સુધીના ટૂંકી મુદતના ધિરાણ માટે 4% વ્યાજ રાહત આપવા 75 કરોડની જોગવાઇ.
  • ખેતી વિષયક પ્રાથમિક ધિરાણ મંડળીઓના કમ્પ્યુટરાઇઝેશન માટે 46 કરોડની જોગવાઈ.
  • બજાર સમિતિઓને માળખાકીય સગવડોના વિકાસ માટે સહાય કરવા કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ 23 કરોડની જોગવાઈ.
  • બજાર સમિતિઓમાં પ્રોસેસિંગ યુનિટ્સ સ્થાપવા માટે સહાય આપવા 12 કરોડની જોગવાઇ.
  • સહકારી ખાંડ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા વિવિધ યોજનાઓ અંતર્ગત 8 કરોડની જોગવાઇ.

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ 12,138 કરોડની જોગવાઇ

પંચાયત

  • 15માં નાણાપંચ અંતર્ગત ગ્રામ્ય માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે 2600 કરોડ ઉપરાંતની જોગવાઈ.
  • ગ્રામ્ય કક્ષાએ પાણી પુરવઠા યોજનાઓના અમલીકરણ માટે વારિગૃહોના વીજબીલના ચૂકવણા માટે 974 કરોડની જોગવાઈ.
  • નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત એકત્રિત થતા ઘન અને પ્રવાહી કચરાના કાયમી નિકાલ તેમજ જાહેર સ્થળોની સફાઇના કામો માટે 300 કરોડની જોગવાઈ.
  • આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામોમાં માળખાગત સુવિધા વિકસાવવા 10 કરોડની જોગવાઇ.

ગ્રામ વિકાસ

  • મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા 1309 કરોડની જોગવાઇ.
  • સૌને આવાસની પ્રતિબદ્ધતાના માનનીય વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માટે 751 કરોડની જોગવાઇ.
  • રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (આજીવિકા) અંતર્ગત અંદાજે ત્રણ લાખ સ્વસહાય જૂથોની રચના કરી 30 લાખ પરિવારોને જોડવામાં આવેલ છે. આ યોજના માટે 262 કરોડની જોગવાઇ.
  • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના 2.0 હેઠળ 255 કરોડની જોગવાઇ.
  • આદિમ જૂથના લોકોનું જીવન સ્તર ઉંચુ લાવવા પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન મિશન અન્વયે ઘરનું ઘર આપવા 164 કરોડની જોગવાઇ.
  • મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની 50 હજાર મહિલાઓ લખપતિ બનવા સમર્થ બને તે માટે 100 કરોડની જોગવાઇ.
  • ગ્રામ વિકાસની યોજનાઓના સરળ અને સુચારૂ અમલીકરણ માટે હયાત મહેકમને વધુ સુદ્દઢ બનાવવા 42 કરોડની જોગવાઇ.
  • ઉદ્યોગોને અપાતા વેન્‍ચર કેપિટલના ધોરણે ગ્રામ્ય વિસ્તારના સામાજિક સાહસોને પ્રોત્સાહન આપવા માટે “ગુજરાત સોશિયલ એન્‍ટરપ્રાઇઝ ફંડ”ની રચના કરવામાં આવશે. જે માટે આગામી 5 વર્ષમાં 50 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આગામી વર્ષ માટે 10 કરોડની જોગવાઇ.
  • સ્વસહાય જુથોની આવકમાં વધારો થાય તે માટે તંદુરસ્ત હરિફાઇને પ્રોત્સાહન આપવા Performance Linked Incentive યોજના માટે 5 કરોડની જોગવાઇ.