પહાડો પર વરસાદ સાથે હિમવર્ષાથી ઠંડીમાં વધારો થયો છે… ચાર દિવસથી રાહત નથી

  • હિમાચલ પ્રદેશથી શ્રીનગર સુધી સારી હિમવર્ષાથી પ્રવાસીઓના ચહેરા ચમકી ઉઠ્યા.

નવીદિલ્હી, પહાડોમાં બરફનો દુષ્કાળ સમાપ્ત થઈ ગયો છે. હિમાચલ પ્રદેશથી શ્રીનગર સુધી સારી હિમવર્ષાથી પ્રવાસીઓના ચહેરા ચમકી ઉઠ્યા છે, તો સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર પ્રદેશના મેદાની રાજ્યોમાં બુધવારે ક્યારેક તડકો તો ક્યારેક ધુમ્મસ સાથે હવામાનનો મિજાજ બદલાયો હતો. સવારથી જ હળવા-ભારે વરસાદને કારણે ઠંડીમાં વધારો થયો છે. સાંજે નોઈડા સહિત એનસીઆરમાં સારો વરસાદ નોંધાયો હતો.

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી રાજ્યોમાં વરસાદની સાથે સાથે ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. હિમાચલ પ્રદેશમાં, ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને ૩૯૫ વીજળી ટ્રાન્સફોર્મર સહિત ૧૩૦ રસ્તાઓ અટકી ગયા. હિમવર્ષામાં ફસાયેલા ૩૦૦ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. પર્વતીય વિસ્તારોમાં ૪ ફેબ્રુઆરી સુધી આવું જ હવામાન રહેવાની ધારણા છે.

ભારતીય હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ અને દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ અને વરસાદની નારંગી ચેતવણી જારી કરી હતી અને જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પી. બંગાળ, ઓડિશા અને ઉત્તર-પૂર્વીય રાજ્યોના ગંગા કિનારે વરસાદ અને ગાઢ ધુમ્મસ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સવારે દક્ષિણ પંજાબ, હરિયાણા અને દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી હતી. જેના કારણે વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચિલ્લા-એ-કલાનના ૪૦ દિવસના અંત પછી જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. પ્રવાસન સ્થળો પહેલગામ, સોનમર્ગ, ગુલમર્ગમાં હિમવર્ષા થઈ રહી છે. અનંતનાગના કોકરનાગ, હાંડબાડા, ગુરેઝ અને બાંદીપોરામાં પણ હિમવર્ષા થઈ હતી.

દિલ્હીના પ્રાદેશિક હવામાન કેન્દ્રના વડા કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે આગામી દિવસોમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ તેમજ હિમવર્ષા થશે. તેની અસર હરિયાણા, દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારોમાં પણ જોવા મળશે. તેની અસરને કારણે બુધવારે દિલ્હી-એનસીઆર સહિત પંજાબ અને હરિયાણાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાનમાં આ ફેરફાર ૨ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની શક્યતા છે.

ખરાબ હવામાનને કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જ ૩૩૧ લાઈટ્સનું આગમન અને પ્રસ્થાન ૩-૪ કલાક મોડી થઈ હતી. જેમાં ૨૬૦ થી વધુ ડોમેસ્ટિક લાઈટ્સ સામેલ છે. ૧૧ લાઈટ્સ પણ રદ કરવી પડી હતી. દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઘરેથી નીકળતા પહેલા સંબંધિત એરલાઈન્સની લાઈટ્સ વિશે નવીનતમ માહિતી મેળવો.

ઉત્તર રેલ્વેએ કહ્યું કે ગાઢ ધુમ્મસને કારણે રેલ્વે કામગીરીને ખરાબ રીતે અસર થઈ હતી અને દિલ્હી આવતી ૭૦ ટ્રેનો ૧૩ કલાક જેટલી મોડી પડી હતી. તેમાં ભુવનેશ્ર્વર કેપિટલ, ડિબ્રુગઢ કેપિટલ, રાજેન્દ્ર નગર કેપિટલ, સિયાલદહ કેપિટલનો સમાવેશ થાય છે.

લાંબી રાહ જોયા બાદ ઉત્તરાખંડમાં હિમવર્ષાના કારણે પહાડી વિસ્તારો સફેદ થઈ ગયા છે. ગંગોત્રી, યમુનોત્રી, ઉત્તરકાશીના કેદારકાંઠા, દેહરાદૂનના હષલ અને ચકરાતા સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ ત્યારે પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના ચહેરા ચમકી ઉઠ્યા. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઘણી વખત વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ૨,૫૦૦-૩,૦૦૦ મીટરથી વધુની ઉંચાઈવાળા વિસ્તારોમાં એકથી દોઢ ફૂટ સુધી હિમવર્ષા થવાની સંભાવના છે. જોકે, નિષ્ણાતો કહે છે કે વરસાદ અને હિમવર્ષાથી તાપમાન પર વધુ અસર નહીં થાય, જ્યારે મેદાનોથી લઈને પર્વતો સુધીના લોકોને સૂકી ઠંડીથી રાહત મળશે.

આઇએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે ફેબ્રુઆરીમાં ઉત્તર ભારતમાં સામાન્ય કરતાં વધુ (લાંબા ગાળાના ૧૨૨ ટકાથી વધુ) વરસાદની શક્યતા છે. ઉત્તર ભારતમાં જાન્યુઆરીમાં માત્ર ૩.૧ મીમી વરસાદ નોંધાયો હતો, જે ૧૯૦૧ પછીનો બીજો સૌથી ઓછો વરસાદ હતો. તેમણે કહ્યું કે મય ભારતમાં પણ સામાન્યથી સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. તે જ સમયે, દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે.