- બીલકિસબાનુ કેસના 11 આરોપીને મુક્ત કરાયા
- ગોધરા સબજેલમાંથી તમામ કેદીઓને કરાયા મુક્ત
- આરોપીઓએ 18 વર્ષની સજા કાપ્યા બાદ સુપ્રીમકોર્ટમાં કરી હતી અરજી
ગોધરા સબજેલમાં કેદ બિલકિસ બાનુ કેસના 11 આરોપીઓને જેલ મુક્ત કરાયા છે. બિલકિસ બાનુ કેસના 11આરોપીઓને જેલમુક્ત કરવા રાજ્ય સરકારે હુકમ કર્યો હતો. મહત્વનું છે કે આ આરોપીઓ પર દાહોદમાં સામૂહિક દુષ્કર્મ, હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. આ મામલે ગુનો નોંધાતા CBIની સ્પેશિયલ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.
આરોપીઓએ સુપ્રીમકોર્ટમાં કરી હતી અરજી
ઉલ્લેખનીય છે કે આરોપીઓએ 18 વર્ષની સજા કાપ્યા બાદ સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમકોર્ટે અરજીને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારને નિર્ણય લેવા આદેશ કર્યો હતો. જે બાદ રાજ્ય સરકારે આરોપીઓને જેલમુક્ત કરવાનો આદેશ આપ્યો. તમામ 11 કેદીઓને મુક્ત કરવાનો હુકમ કરતા આજે તેઓને જેલમુક્ત કરાયા.
સરકારી નોકરી આપવા કર્યો હતો આદેશ
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સામૂહિક દુષ્કર્મ પીડિતા બિલકિસ બાનોને 50 લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો હતો. આ રકમ તેમને વળતર રૂપે આપવામાં આવી હતી. કોર્ટે સરકારના નિયમો અનુસાર બાનોને એક સરકારી નોકરી અને મકાન આપવાનો પણ આદેશ અપાયો હતો. આ સિવાય બિલકિસ બાનોને સરકારી નોકરી અને તેમની પસંદગીની જગ્યા પર સરકારી આવાસ ઉપલબ્ધ કરવવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. . મુખ્ય જજ રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી પીઠે આ મામલે સુનાવણી કરી હતી.
શું હતો મામલો ?
ઉલ્લેખનીય છે કે, 2002માં ગોધરાકાંડ વખતે અમદાવાદમાં 17 લોકોએ બિલકિસના પરિવાર પર હુમલો કર્યો હતો.. ત્રણ માર્ચ, 2002ના રોજ દાહોદ પાસે દેવગઢ-બરિયા ગામમાં ટોળાએ બિલકિસ બાનો અને તેમના પરિવાર પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન 7 લોકોની હત્યા કરી દેવાઈ હતી..અને બિલકિસ પર સામુહિક દુષ્કર્મ આચરાયું હતું..દુષ્કર્મ આચરાયું ત્યારે બિલકિસને પાંચ મહિનાનો ગર્ભ હતો. આ મામલે 21 જાન્યુઆરી 2008માં મુંબઈ કોર્ટે 12 લોકોને હત્યા અને દુષ્કર્મના આરોપી જાહેર કર્યા હતા..ત્યારબાદ ટ્રાયલકોર્ટે તમામ આરોપીને ઉમરકેદની સજા આપી હતી..જો કે, તમામ આરોપીએ મુંબઈ હાઈકોર્ટમાં ચૂકાદા વિરૂદ્ધ અપીલ કરી હતી..પરંતું મુંબઈ હાઈકોર્ટે તમામ આરોપીની સજા યથાવત રાખી હતી..