- આચાર્ય સામે મોરવા(હ) પોલીસ મથકે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ.
મોરવા(હ), મોરવા(હ) તાલુકાના વાડોદર પ્રા.શાળામાં મધ્યાહન ભોજન સંચાલક મહિલા સાથે શાળાના આરોપી આચાર્ય દ્વારા એકલા જોઈ અવારનવાર શારીરિક અડપલા કરી બિભત્સ માંગણી કરી છેડતી કરતાં આ બાબતે શાળાના આચાર્ય વિરૂદ્ધ મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના વાડોદર પ્રા.શાળામાં મધ્યાહન ભોજન મહિલા સંચાલક અને કુક તરીકે નિર્મળાબેન ગીરવતસિંહ ઉર્ફે ગીરેન્દ્રસિંહ ઠાકોર ફરજ બજાવતા હોય શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા સુરેશચંદ્ર માનસીંગ ભાભોર હોય તેમના દ્વારા તા.01/05/2018 થી તા.23/01/2024 સુધીના સમય દરમિયાન મધ્યાહન ભોજન સંચાલિકા હોય તેનો લાભ લઈ મધ્યાહન ભોજનનું અનાજ મુકવા કોઠાર પાસે આચાર્ય તેની પાસે જઈ અવારનવાર શારીરિક અડપલા કરતો હોય તેમજ અમુક અમુક સમયે મહિલાનો હાથ પકડી બિભત્સ માંગણી કરી છેડછાડ કરી ગુનો કરતાં આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે આરોપી આચાર્ય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરવા(હ) વાડોદર પ્રા.શાળાના આચાર્યને મામલતદારને ફોન કરી નિર્મળાબેનને મધ્યાહન ભોજન માંથી હુકમ રદ કરાવ્યો છે. તેમ કહી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ….
જ્યારે વાડોદર પ્રા.શાળાના આચાર્ય દ્વારા મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આચાર્ય સુરેશચંદ્ર માનસીંગભાઈ ભાભોર અનુસુચિત જાતિના હોય તેમ આરોપીઓ ઈશ્ર્વરસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર, ગીરવતસિંહ ઉર્ફે ગીરેન્દ્રસિંહ ઠાકોર બન્ને પ્રા.શાળામાં આવ્યા હતા અને આચાર્યને ઓફિસમાં બોલાવી તમે તાલુકા પંચાયત કચેરી સુપરવાઈઝર અને મામલતદાર સાહેને ફોન કરી તપાસ કરાવીને મધ્યાહન ભોજન સંચાલક નિર્મળાબેનના હુકમ રદ કરાવેલ છે. તેમ કહી ઉશ્કેરાઈ જઈ શાળાની ઓફિસમાં ટેબલ ઉપર મુકો મારી કાચ તોડી નાખી નુકશાન કર્યુ હતું અને રોડ ઉપરથી આવ જાવ કરશો તે વાહનના અડફેટમાં લઈ મારી નાખીશું. તેવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે આરોપી વિરૂદ્ધ નોંધાવતા પોલીસે ગુનો નોંધી.