ગોધરા,ગોધરા તાલુકાના મોતાલ ગામે લીમડાવાળા ફળીયામાં ફરિયાદી પોતાના ધરે હતા. ત્યારે આરોપીઓ ગાયો તેમજ ભેંસો બાંધવા બાબતે તું કહેવાવાળો કોણ તેમ કહી ગાળો આપી પંજેડી લઈ આવી ફરિયાદીને હાથના ભાગે મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના મોતાલ ગામે લીમડાવાળા ફળીયામાં રહેતા ઉપેન્દ્રસિંહ દિલીપસિંહ સોલંકી અને સરોજબેન પોતાના ધરે હાજર હતા. ત્યારે આરોપીઓ કિરપાલસિંહ સોલંકી અને આશાબેન કિરપાલસિંહ સોલંકી તેમના ધરે આવી તુંં ગાયો અને ભેંસો બાંધવા ના પાડવા વાળો કોણ છે. મારા ઢોર અહીંયા બાંધીશ તેમ કહી ગાળો બોલતા હોય ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ જઈ તેના ધરેથી હાથાવાળી પંજેડી લઈ આવી એક આરોપી પકડી રાખી પંજેડી હાથના ભાગે મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.