- જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના
- શોપિયાંમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો
- શોપિયાંમાં એક કાશ્મીરી પંડિતની હત્યા, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. શોપિયાંમાં એક કાશ્મીરી પંડિતનું મોત થયું છે, જ્યારે અન્ય એક ઘાયલ છે. ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વિગતો મુજબ જમ્મુ-કાશ્મીરના શોપિયાંના છોટીપુરા વિસ્તારમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓએ નાગરિકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. આ તરફ ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
જમ્મુ કાશ્મીરમાં અનેકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવતી હોય છે. તેવામાં આજે ફરી એકવાર આ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં એક કાશ્મીરી પંડિત પર ગોળીબારી કરી હત્યા કરી દેવામાં આવી છે. તેવામાં આ જમ્મુ કાશ્મીરમાં આ પ્રકારના ટાર્ગેટ કિલિંગ ક્યારે અટકશે તેને લઈ સવાલો ઊભા થયા છે.
સફરજનના બગીચામાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો
જમ્મુ-કાશ્મીરના શોપિયાંના છોટીપુરા વિસ્તારમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓએ નાગરિકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. વિગતો મુજબ મૃતક અને ઘાયલ બંને હિન્દુ છે. આ તરફ ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ગોળીબાર બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો
શોપિયાંના છોટીપુરા વિસ્તારમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓએ નાગરિકો પર ગોળીબાર કર્યા બાદ હવે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ સતત સુરક્ષા દળો, બહારના મજૂરો અને લઘુમતીઓને નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં બે પોલીસકર્મીઓ શહીદ થયા છે. આ સિવાય અન્ય એક પોલીસકર્મી ઘાયલ થયો છે, જ્યારે અન્ય એક નાગરિક પણ ઘાયલ થયો છે.