દે.બારીઆ, દે.બારીઆ શહેર અને પીપલોદ બજાર ગલીએ ગલીએ ડેરી ઉત્પાદનની દુકાનો શરૂ થઈ ગઈ છે. અને વહેલી સવારે પ્રાથમિક જરૂરિયાત મુજબ ચા બનાવવા માટે દુધની જરૂર ફરજીયાત પડતી હોય છે તે સ્વભાવિક છે. દુધની 500 એમ.એલની થેલી ઉપર 32 રૂપિયા છાપેલા હોય છે. ત્યારે દુકાનદારો ગ્રાહકો પાસેથી રૂ.34 વસુલ કરતા હોય છે. જયારે ગ્રાહકો કેમ ભાવ વધારે લો છો ત્યારે દુકાનદારો કહેતા હોય છે કે અમે કરોડ રૂપિયાની દુકાન લઈ બેઠા છીએ, ફ્રીઝનુ લાઈટ બિલ આવે છે કઈ દુધ મફત નથી મળતુ તેવા જવાબો ગ્રાહકોને આપે છે. ત્યારે ગ્રાહકો દુધની જરૂર હોય મોં માંગ્યો ભાવ આપીને દુધ લઈ લેતા હોય છે. દે.બારીઆ શહેર અને પીપલોદ બજાર આવે ડેરી પ્રોડકટની દુકાને આઈસ્ક્રીમ, કેક, ઠંડા પીણા, બ્રેડ સહિત કેટલીય ચીજવસ્તુઓનુ વેચાણ કરવામાં આવતુ હોય છે. જેમાં આ બધી વસ્તુઓ ધણીવાર વાસી, જુની, અને હલકી ગુણવત્તાની પ્રોડકટ ગ્રાહકોને ઉંચી કિંમત લઈને પેકિંગ કરી આપી દેવાતી હોય છે. જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી ગ્રાહકોની માંગ ઉઠવા પામી છે.