
- કોર્ટે જ્ઞાનવાપીમાં પૂજાની પરવાનગી આપી
- પ્રશાસને મોડી રાત્રે વ્યાસ ભોંયરામાં સુરક્ષાની વ્યવસ્થા કરાવી
- રાત્રે 2 વાગ્યે 8 મૂર્તિઓનું પૂજન કરવામાં આવ્યું
જ્ઞાનવાપીનાં વ્યાસ ભોંયરામાં હિંદુઓને પૂજા કરવાનો અધિકાર મળી ગયો છે. વારાણસીની જિલ્લા કોર્ટે પ્રશાસનને આદેશ આપ્યાં હતાં કે 7 દિવસની અંદર પૂજાની તમામ વ્યવસ્થાઓ પૂરી કરવામાં આવે. કોર્ટનાં આદેશ બાદ પ્રશાસને મોડી રાત્રે આશરે 12.30 વાહ્યા સુધી સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી દીધી અને રાતનાં આશરે 2-3 વાગ્યે વ્યાસજીનાં ભોંયરાને ખોલીને પૂજા-પાઠ કરવામાં આવ્યાં. ભગવાન શિવ સહિત આઠ દેવતાઓની પૂજા કરતાં વીડિયો પણ સામે આવ્યાં છે.
કેવી રીતે થઈ પહેલીવાર પૂજા?
સૌથી પહેલાં રાત્રે 12 વાગ્યાની આસપાસ પંચગવ્યથી ભોંયરાને શુદ્ધ કરવામાં આવ્યું. આ બાદ ષોડશોપચાર પૂજન થયું. ગંગાજળ અને પંચગવ્યથી મૂર્તિઓને સ્નાન કરાવવામાં આવ્યું. આ બાદ દેવતા મહાગણપતિનું આહ્વાન કરવામાં આવ્યું. પછી તમામ વિગ્રહને ચંદન, પુષ્પ, અક્ષત, ધૂપ-દીપ-નૈવૈદ્ય ચડાવવામાં આવ્યું અને આરતી થઈ. વ્યાસજીનાં ભોંયરામાં લગભગ 8 કલાક સુધી પૂજન કરવામાં આવ્યું.
ક્યાં દેવતાઓનું પૂજન થયું?
વ્યાસજીનાં ભોંયરામાં વિષ્ણુ ભગવાનની એક પ્રતિમા, ગણેશ ભગવાનની એક પ્રતિમા, હનુમાનજીની 2 પ્રતિમા, જોશીમઠની 2 પ્રતિમા, એક રામ લખેલ પત્થર, એક મકર અખંડ જ્યોતિ રાખવામાં આવી…જેની મોડી રાત્રે વ્યાસ પરિવારે પૂજા કરી.