ભાવનગર,\ ભાવનગરમાં જાહેરમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. મુસ્લિમ સમાજના ક્સબા અંજુમના ઉપપ્રમુખની જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ક્સબા અંજુમના ઉપપ્રમુખ ઇલિયાસ હારુનભાઈ બેલીમ ભાવનગર મહાનગર પાલિકા એસ્ટેટ્સ વિભાગમાં ફરજ બજાવે છે. પોતાના કામના સમયમાં ઇલિયાસ બે જણ વચ્ચે ચાલી રહેલ ઝગડાનું સમાધાન કરાવા પંહોચ્યા હતા. તેમની દરમ્યાનગીરીથી ઝગડાનું તત્કાળ નિરાકારણ આવ્યું. પરંતુ કેટલાક શખ્સોએ આ ઝગડાની દાઝ રાખતા ઉપપ્રમુખ ઇલિયાસને નિશાના બનાવતા હત્યા કરી. ઇલિયાસ હારુનભાઈ પર સાંજે પાંચ વાગ્યાની આસપાસ અજાણ્યા છ શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો. અજાણ્યા ઇસમોએ હારુનભાઈને ઘેરી ઝગડાની દાઝ રાખતા તેમના પર હુમલો કર્યો. ઇસમો દ્વારા હારુનભાઈને ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા. આ ગંભીર હુમલાના કારણે હારુનભાઈનું મોત નિપજ્યું.
બનાવની મળતી માહિતી મુજબ ભાવનગર મહાનગર પાલિકા એસ્ટેટ્સ વિભાગમાં દબાણ હટાવો વિભાગ માં ફરજ બજાવતા ઈલિયાસ હારુનભાઈ બેલીમ જેઓ મુસ્લિમ સમાજ ના ક્સબા અંજુમના ઉપપ્રમુખ છે. જેઓ જ્ઞાતીના માણસો વચ્ચે ચાલતા ઝગડામાં સમાધાન માટે જતા હોય જે અનુસનધાને પંદરેક દીવસ પહેલા મૃતક ના મિત્ર અબ્બાસભાઈ સતારભાઈ ડોડીયા ને ફીરોઝ તથા સરફરાઝ ઉર્ફે નાનકો વચ્ચે ઝગડો ચાલતો હતો. જેના સમાધાન માટે આગુ ઈલિયાસ અને અન્ય શખ્સો ભેગા થયા હતા. આ ઝગડાની દાઝ રાખી ૬ શખ્સોએ ઇલીયાસ હારુનભાઈને શેલરશા પીરની દરગાહ નજીક ઉભા હતા તે સમયે તેમને આંતરી લીધા હતા. બાદમાં છ શખ્સોએ ઇલીયાસ હારુનભાઈ પર છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે છાતી તેમજ શરીર ના અન્ય ભાગો પર જીવલેણ ઘા ઝીંક્યા હતા. ઇલીયાસ હારુનભાઈ પર ઘાતક હુમલો થતા તેમના સાળા અને ત્યાં હાજર અન્ય સ્થાનિકો દ્વારા તેમને બચાવવાનો પ્રયાસ કરાતા સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ગંભીર હુમલાને કારણે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા.
મુસ્લિમ સમાજના આગેવાન ઇલીયાસ હારુન બેલીમના મૃત્યુની જાણ થતા મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યા હોસ્પિટલ દોડી આવ્યા હતા. બનાવની જાણ થતા ડી.વાઈ.એસ.પી, એલ.સી.બી., એસ.ઓ.જી. નિલમબાગ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હત્યા નો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ સમયે હાજર સ્થાનિકોના પોલીસે નિવેદનો નોંયા છે. પોલીસે ઇલીયાસ હારુનભાઈની હત્યા બદલ ૬ લોકો સામે ગુનો નોંયો છે. આ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. જે મુજબ ૧) ફીરોઝ રૂસ્તમભાઈ શેખ, ૨) સરફરાઝ ઉર્ફે નાનકો રૂસ્તમભાઇ શેખ, ૩) શાહરૂખ બશીરભાઈકે જે નાનકાનો ભાણીયો થાય છે તે, ૪) રાહીલ મલેક ૫) અફજલ અજીતભાઈ ચૌહાણ તથા ૬) ઇમરાન ગોરી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયેલ છે. સ્થાનિકોએ પોલીસને જણાવ્યું કે આ છ શખ્સ સાથે આવ્યા હતા અને ઇલીયાસ ભાઈને રસ્તામાં ઉભા રાખી એક પછી એક પછી એક તેમના પર તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો. બાદમાં લોકોની ભીડ એકત્રિત થતા તેઓ નાસી ગયા હતા. દરમ્યાન ઇલીયાસભાઈ લોહિલુહાણ થયા હોવાથી પ્રથમ તેમને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ બદનસીબે ગંભીર હુમલાના કારણે તેમનું મૃત્યુ થયું. પોલીસને જાણવા મળ્યું કે ઈલીયાસ ભાઈ પર હુમલાખોરોએ એક ઝગડાની દાઝ રાખી હુમલો કર્યો હતો. હાલમાં પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ કરવા કડક કાર્યવાહી હાથ ધરી છે.