એ સુખદ છે કે દેશની ન્યાયપાલિકા અને કાર્યપાલિકા એ વાતે પ્રતિબદ્ઘ છે કે અદાલતો પર કેસોનો બોજ ઘટાડીને લોકોને સહજ-સરળ ન્યાય ઉપલબ્ધ કરાવવામાં આવે. ન્યાયિક તંત્રમાં વંચિત સમાજ અને મહિલાઓને ન્યાયસંગત પ્રતિનિધિત્વ મળી શકે. આ સુખદ સંકેત સુપ્રીમ કોર્ટની ૭૫મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમથી મળ્યો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે ન્યાયિક વ્યવસ્થામાં વિશ્ર્વાસ વધારવા એ કેસોનું દબાણ ઘટાડવા પર ભાર મૂક્યો. વડાપ્રધાનના એ તર્ક સાથે સહમત થઈ શકાય છે કે સશક્ત ન્યાય વ્યવસ્થાથી ન માત્ર લોક્તંત્રને મજબૂતી મળે છે, બલ્કે વિકસિત ભારતને તેનાથી આધાર મળશે. ન્યાયપાલિકા અને કાર્યપાલિકા એ વાતને લઈનં ગંભીર દેખાઈ રહી છે કે કેવી રીતે અદાલતોમાં પડતર કેસોનો બોજ ઘટે અને આમ આદમીને તરત ન્યાય મળે. ચોક્કસપણે, ગયા વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ નવા અપરાધિક ન્યાય કાયદા બનાવવાથી ભારતીય ન્યાયિક વ્યવસ્થા હાલના પડકારોના મુકાબલે ઘણી સક્ષમ થઈ છે. એ મુશ્કેલી છે કે આપણે આઝાદીના સાત દાયકા બાદ પણ દેશપ્રેમીઓ વિરુદ્ઘ બનાવવામાં આવેલ બ્રિટિશ કાયદાનો બોજ વેંઢારતા રહ્યા. આ પગલાથી ભારતની કાનૂની, પોલીસ અને તપાસ પ્રણાલી ન્યાયિક પ્રક્રિયાને ગતિ આપી શકશે.
ન્યાયમૂત ચંદ્રચૂડે આ પ્રસંગે સ્ટે સંસ્કૃતિ અને લાંબી રજાઓના મુદ્દા તરફ પણ યાન ખેંચ્યું. સાથે જ તેમણે વંચિત સમાજના લોકોને ન્યાયિક વ્યવસ્થામાં પ્રતિનિધિત્વ આપવાની જરૂરિયાત જણાવી. જોકે દેશની શીર્ષ ન્યાયિક વ્યવસ્થામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ પર્યાપ્ત નથી, પરંતુ મુખ્ય ન્યાયાધીશે આ વાત પર ખુશી જાહેર કરી કે જિલ્લા ન્યાયપાલિકામાં મહિલાઓની ૩૬ ટકા ભાગીદારી સુનિશ્ર્ચિત થઈ છે. જે સમયાંતરે શીર્ષ સ્તર પર લૈંગિક સમાનતાનો રસ્તો બનાવશે. ભાજપ સરકારે ન્યાયિક પ્રણાલી પ્રત્યે ભરોસો જગાડવા માટે કેટલાય બદલાવકારી નિર્ણયો લીધા છે, જેમાં જન વિશ્ર્વાસ બિલનો વડાપ્રધાને વારંવાર ઉલ્લેખ કર્યો. કહેવાય છે કે તેનાથી ભવિષ્યમાં ભારતીય ન્યાયિક પ્રણાલી પર બોજ ખતમ થઈ શકશે. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું કે પડકારો ઓળખીને અને કઠિન નિર્ણયો લઈને ન્યાયપાલિકા એક સંસ્થા રૂપે ખુદને પ્રાસંગિક બનાવી રાખી શકે છે. ન્યાયિક વ્યવસાયમાં આવતા બદલાવ તરફ યાન આપાવતાં તેમણે કહ્યું કે જિલ્લા અદાલતોમાં ૩૬.૩ ટકા મહિલાઓ છે, આ વ્યવસાયમાં સમાજના વિભિન્ન વર્ગોની ભાગીદારી વધારવાની જરૂર છે. પડતર કેસો તો પોતાની જગ્યાએ છે જ, પરંતુ હાલનાં વર્ષોમાં શીર્ષ અદાલતે પડતર કેસો ઘટાડવાની દિશામાં સકારાત્મક વલણ અપનાવ્યું છે, જેમાં ટેકનિકની મોટી ભૂમિકા રહી છે. એ સ્વાગતયોગ્ય છે કે સુપ્રીમ કોર્ટ બિલ્ડિંગ કોમ્પલેક્સ વિસ્તાર માટે સરકારે ૮૦૦ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. શીર્ષ ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને ગરિમા અખંડ રાખવી પણ એટલી જ જરૂરી છે, જેથી બંધારણની ભાવનાને અનુરૂપ ભારતીય લોક્તંત્રની યાત્રા અબાધ ચાલતી રહે.