આજે યુક્રેનમાં જે થઈ રહ્યું છે, કાલે તાઈવાનમાં પણ થશે’, નાટોના સેક્રેટરી જનરલની ચેતવણી

તાઈપેઈ, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)ના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે ચીન અને તાઈવાન વચ્ચેના તણાવની સરખામણી કિવ અને મોસ્કો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ સાથે કરી હતી. તેમણે કહ્યું કે યુક્રેન સાથે જે થઈ રહ્યું છે તે હવે તાઈવાન સાથે થઈ શકે છે.

સ્ટોલ્ટબર્ગે એક પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, યુરોપમાં જે પણ થઈ રહ્યું છે તે એશિયા માટે પણ મહત્વનું છે. એશિયામાં જે થઈ રહ્યું છે તે યુરોપ માટે મહત્વનું છે અને આ (સંઘર્ષ) આજે યુક્રેનમાં થઈ રહ્યું છે, કાલે તે તાઈવાન બની શકે છે.

નાટો વડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે યુક્રેન એક સાર્વભૌમ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઊભું રહે છે. તેમણે કહ્યું કે, યુક્રેન એક સાર્વભૌમ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે રહે તે આપણા બધાના હિતમાં છે. અમે તેને જે સમર્થન આપી રહ્યા છીએ તેનાથી તે (યુદ્ધમાં) ફરક પાડી રહ્યો છે. તેને નાટો સહયોગી દેશો તરફથી સતત દારૂગોળો અને હથિયારોની સપ્લાય કરવામાં આવી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશ્ર્વને વધુ ખતરનાક અને અસુરક્ષિત બનાવશે. નાટોના સેક્રેટરી જનરલે કહ્યું કે રશિયા ઉત્તર કોરિયા, ઈરાન અને ચીન સહિત અન્ય સરમુખત્યારશાહી શાસનને બળનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરશે.

તેમણે વધુમાં કહ્યું કે, અમે યુક્રેનને જે સમર્થન આપી રહ્યા છીએ. તે ફરક કરી રહ્યો છે. યુક્રેન તેની સાર્વભૌમત્વ જાળવી રાખે તે નાટોના હિતમાં છે. તેમણે વધુમાં કહ્યું કે યુક્રેનિયન સૈનિકો રશિયાને બહાર કાઢવામાં અને મોસ્કોના કબજા હેઠળની પચાસ ટકા જમીનને આઝાદ કરાવવામાં સફળ થયા છે.

તેમણે પત્રકારોને કહ્યું, રશિયન સેનાને ભારે નુક્સાન થયું છે. ત્યાં ત્રણ લાખથી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો વિમાનો અને હજારો સશ વાહનો નાશ પામ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે બુધવારે તેઓ અલાબામાના પ્લાન્ટની મુલાકાત લેશે જે જેવલિન મિસાઈલ બનાવે છે.