- રામ મંદિરનું નિર્માણ સદીઓનું સપનું હતું, હવે તે સાકાર થયું છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુમુ
નવીદિલ્હી, સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થયુ છે. સંસદના બજેટ સત્રના પ્રધાન દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક કલાક અને ૧૩ મિનિટ સુધી ચાલેલા તેમના વિગતવાર ભાષણમાં સરકારની નીતિઓ અને વિઝનની રૂપરેખા આપી હતી.સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણની સાથે આજે બજેટ સત્રની શરૂઆત થઈ છે. આ દરમિયાન તેમણે યુપીઆઈ અને ભારતની અર્થવ્યવસ્થાની સ્થિતિથી લઈને મહિલાઓની ભાગીદારી, પરીક્ષામાં ગડબડી, જેવા મુદ્દાઓ ઉઠાવ્યા. આ અગાઉ પીએમ મોદીએ ’રામ રામ’ કહીને દેશને સંબોધન કર્યું હતું અને બબાલ કરનારા સાંસદોને સારું પ્રદર્શન કરવાની અપીલ કરી હતી. આ પછી, સંસદીય પ્રણાલીને અનુસરીને, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અયક્ષ જગદીપ ધનખરે અંગ્રેજીમાં ટૂંકું સંબોધન કર્યું. તેમના સંબોધન બાદ રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. આ સાથે સંસદના બજેટ સત્રનો પ્રથમ દિવસ પૂરો થયો હતો
તેમણે કહ્યું કે સરકાર માનવ કેન્દ્રિત વિકાસ પર ભાર આપી રહી છે. અમારા માટે દરેક નાગરિકનું ગૌરવ સર્વોપરી છે. તેમણે કહ્યું કે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્ર્વાસ અને સબકા પ્રયાસના મંત્ર પર ચાલતી સરકાર સમાજના દરેક વર્ગને ન્યાયી તકો પૂરી પાડવામાં વ્યસ્ત છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, આપણી સરહદોને અડીને આવેલા ગામોને દેશના છેલ્લા ગામ ગણવામાં આવતા હતા. સરકારે તેને દેશનું પ્રથમ ગામ બનાવ્યું. તેમણે કહ્યું કે આંતરિક શાંતિ માટે સરકારના પ્રયાસોના સાર્થક પરિણામો આપણી સામે છે. આજે મેડ ઈન ઈન્ડિયા વૈશ્ર્વિક બ્રાન્ડ બની ગઈ છે. તેમણે કહ્યું કે સરકાર પર્યાવરણના પાસાઓનું પણ સંપૂર્ણ યાન રાખી રહી છે. વૈશ્ર્વિક ધોરણો પર આધારિત ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવવા માટે પણ પ્રયાસો ચાલુ છે. આ માટે સરકાર ઝીરો ઈફેક્ટ અને ઝીરો ડિફેક્ટ પર ભાર આપી રહી છે. તેમણે કહ્યું કે પ્રવાસન ક્ષેત્રે અભૂતપૂર્વ કામ થયું છે. ૮.૫ કરોડ લોકોએ કાશીની મુલાકાત લીધી.
દેશની સંસદ અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, મારી સરકાર મહિલાઓની શક્તિ વધારવા માટે દરેક સ્તરે કામ કરી રહી છે. ખેડૂતો માટે થઈ રહેલા પ્રયાસોની ગણતરી કરતાં તેમણે કહ્યું કે, સરકાર ખેતીની કિંમત ઘટાડવા અને ખેડૂતો માટે નફો વધારવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે જન કલ્યાણ માટેની તમામ સરકારી યોજનાઓને કારણે પરિવર્તન આવી રહ્યું છે. આ માત્ર સુવિધાઓ નથી, આ યોજનાઓ દેશના નાગરિકોના સમગ્ર જીવન ચક્ર પર સકારાત્મક અસર કરી રહી છે.
બજેટ સત્રની શરૂઆતમાં સંસદના સંયુક્ત સત્રને સંબોધતા રાષ્ટ્રપતિએ સૂક્ષ્મ, લઘુ અને મયમ ઉદ્યોગો અને નાના ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવાના પ્રયાસોની પણ ગણતરી કરી હતી. તેમણે કહ્યું કે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, છેલ્લા ૧૦ વર્ષોમાં જે મોટા ફેરફારો થયા છે તેમાં ડિજિટલ ઈન્ડિયાનું નિર્માણ સૌથી આગળ છે. આજે ભારતમાં એવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહી છે, જેનું દરેક ભારતીયનું સપનું છે. રાષ્ટ્રપતિએ કહ્યું, ’સરકારનું માનવું છે કે વિકસિત ભારતની ભવ્ય ઈમારત ૪ મજબૂત સ્તંભો પર ઊભી રહેશે. તેમણે યુવા શક્તિ, મહિલા શક્તિ, ખેડૂતો અને ગરીબોને ચાર આધારસ્તંભ ગણાવ્યા. તેમણે કહ્યું કે વૈશ્ર્વિક કટોકટી હોવા છતાં મારી સરકારે દેશમાં મોંઘવારી નિયંત્રણમાં રાખી અને સામાન્ય ભારતીયનો બોજ વધવા દીધો નથી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે સરકાર પરીક્ષામાં ગેરરીતિઓ અંગે યુવાનોની ચિંતાઓથી વાકેફ છે અને તેને રોકવા માટે કાયદો ઘડશે. મુર્મુએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નિષ્ક્રિય કરવા, વસાહતી ફોજદારી કાયદાની જગ્યાએ નવા કાયદા બનાવવા સહિત કેન્દ્ર સરકારના અન્ય ઘણા પગલાઓનો પણ ઉલ્લેખ કર્યો.
તેમણે કહ્યું કે, છેલ્લા ૧૦ વર્ષમાં ભારતે રાષ્ટ્રીય હિતમાં એવા ઘણા કામો પૂરા થતા જોયા છે જેની દેશની જનતા દાયકાઓથી રાહ જોઈ રહી હતી. જો આપણે આજે અર્થતંત્રના વિવિધ પરિમાણો પર નજર કરીએ તો આત્મવિશ્ર્વાસ વધે છે કે ભારત સાચી દિશામાં છે અને યોગ્ય નિર્ણયો લઈને આગળ વધી રહ્યું છે. રાષ્ટ્રપતિએ કહ્યું, ’છેલ્લા દાયકામાં મારી સરકારે સુશાસન અને પારદશતાને દરેક સિસ્ટમનો મુખ્ય પાયો બનાવ્યો છે.’ તેમણે કહ્યું કે ભારતમાં વેપાર કરવો સરળ બને અને તેના માટે યોગ્ય વાતાવરણ હોય તે સુનિશ્ર્ચિત કરવા સરકાર સતત કામ કરી રહી છે.ઉદ્યોગના લોકો માટે બનાવવામાં આવેલી યોજનાઓ અને પારદશતા સુનિશ્ર્ચિત કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પણ ગણતરી કરવામાં આવી હતી.